Lok sabha Election 2024: 44 ટકા લોકસભા સાંસદો સામે ફોજદારી કેસ છે, 5 ટકા અબજોપતિ
Lok sabha Election 2024: ચૂંટણી સુધારણા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક રિપોર્ટમાં ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ADR રિપોર્ટ અનુસાર, 514 આઉટગોઇંગ લોકસભા સાંસદોમાંથી, 225 એટલે કે 44 ટકાએ તેમના ચૂંટણી એફિડેવિટમાં પોતાની વિરુદ્ધ અપરાધિક મામલા જાહેર કર્યા છે.
આટલું જ નહીં, એડીઆરના રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે, આ આઉટગોઇંગ સાંસદોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યા પછી જાણવા મળ્યું છે કે, તેમાંથી 5 ટકા અબજોપતિ છે, જેમની સંપત્તિ 100 કરોડ રૂપિયાથી વધુ છે.

29 ટકા સાંસદ સામે ગંભીર ફોજદારી કેસો - એડીઆરના અહેવાલ મુજબ, 29 ટકા વિદાય લઈ રહેલા સાંસદો પર ગુનાહિત કેસ છે, તેમની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, સાંપ્રદાયિક અસંતોષને પ્રોત્સાહન આપવા, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધ અપરાધો સહિતના ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિદાય લઈ રહેલા સાંસદોમાંથી તેમની સામે ગંભીર અપરાધિક કેસ છે, તેમની સામે 9 પર હત્યાના કેસ છે. આ મુજબ આમાંથી 5 સાંસદો ભારતીય જનતા પાર્ટી (BJP)ના છે.
રિપોર્ટ અનુસાર, આ સિવાય 28 આઉટગોઇંગ સાંસદોએ તેમના ચૂંટણી એફિડેવિટમાં જાહેર કર્યું છે કે, તેમની વિરુદ્ધ હત્યાના પ્રયાસ સંબંધિત કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી 21 સાંસદો ભાજપના છે. એડીઆરના એ જ અહેવાલમાં જણાવાયું છે કે, 16 આઉટગોઇંગ સાંસદો મહિલાઓ વિરુદ્ધ અપરાધો સાથે સંબંધિત આરોપોનો સામનો કરી રહ્યા છે, જેમાંના ત્રણ બળાત્કારના આરોપોનો સામનો કરી રહ્યા છે.
BJP-કોંગ્રેસના મોટાભાગના સાંસદો છે અબજોપતિ - ADR રિપોર્ટમાં આ સાંસદોની આર્થિક સ્થિતિનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, મુખ્ય રાજકીય પક્ષોમાં ભાજપ અને કોંગ્રેસ પાસે સૌથી વધુ સાંસદો છે, જેઓ અબજોપતિ છે. જોકે, અન્ય પક્ષો પાસે પણ આવા સાંસદોની નોંધપાત્ર સંખ્યા છે.
રિપોર્ટ અનુસાર, રાજ્યવાર ફોજદારી કેસોમાં, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને હિમાચલ પ્રદેશના 50 ટકાથી વધુ સાંસદો પર ફોજદારી આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત એડીઆરના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, કેટલાક સાંસદો પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે, જ્યારે અન્ય પાસે ઘણી ઓછી છે.
માત્ર 15 ટકા મહિલા સાંસદો - ADRના રિપોર્ટ અનુસાર, મહત્તમ સંપત્તિ જાહેર કરનારા ટોચના ત્રણ સાંસદો નકુલ નાથ (કોંગ્રેસ), ડીકે સુરેશ (કોંગ્રેસ), અને કે રઘુ રામ કૃષ્ણ રાજુ (અપક્ષ) જેની પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે.
આ રિપોર્ટમાં સાંસદોની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને ઉંમર વિશે પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, 73 ટકા સાંસદો સ્નાતક છે, અથવા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જ્યારે આઉટગોઇંગ સાંસદોમાં માત્ર 15 ટકા મહિલાઓ છે.












Click it and Unblock the Notifications
