Lawrence Bishnoi threat : લોરેન્સ બિશ્નોઈએ રાહુલ ગાંધી અને ઔવેશીને મારવાની ધમકી આપી, ફરિયાદ દાખલ
Lawrence Bishnoi threat : નરેન્દ્ર મોદી સરકારમાં બેફામ બનેલા ગુંડારાજમાં લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટર ખુલ્લેઆમ ધમકી આપી રહ્યાં છે.
અહેવાલો અનુસાર, હવે લોરેન્સ બિશ્નોઈએ લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધીને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. લોરેન્સના લિસ્ટમાં અસદુદ્દીન ઓવૈસીનું નામ પણ છે.

હાલમાં જ રાહુલ ગાંધીને ફેસબુક પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ફોટા સાથે સોશિયલ મીડિયા પર ધમકીઓ આપવામાં આવી છે.
આ ધમરી બાદ NSUI કાર્યકર્તાઓએ વારાણસીના સિગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. NSUI એ સોશિયલ મીડિયા યુઝર વિરુદ્ધ તાત્કાલિક FIR નોંધવા માંગ કરી છે. આ પોસ્ટમાં રાહુલ ગાંધી સાથે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી માટે પણ ધમકી અપાઈ છે.
NSUI પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રમુખ ઋષભ પાંડેએ મીડિયાને જણાવ્યુ કે, બુદ્ધાદિત્ય મોહંતી નામના યુઝરે વાયનાડના સાંસદ રાહુલ ગાંધી વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ સાથે પોસ્ટમાં લોરેન્સ બિશ્નોઈનું મહિમામંડન કરાયુ છે.
એનએસયુઆઈએ નેતાએ કહ્યું છે કે રાહુલ ગાંધી દરેક વર્ગના લોકોને સાથે લઈ રહ્યા છે, બંધારણની રક્ષાની વાત કરી રહ્યા છે અને આ સ્થિતિમાં તેઓ દેશની સૌથી મોટી આશા છે. અમે તેમની વિરુદ્ધ આવી વિચારસરણીને ક્યારેય સહન નહીં કરીએ. અમારી માંગ છે કે એફઆઈઆર થવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
