Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાર અકસ્માતમાં ઘાયલ કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક જોખમથી બહાર, દૂર્ઘટનામાં પત્નીનુ નિધન

કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી શ્રીપદ નાઈક ભીષણ કાર અકસ્માતનો શિકાર થઈ ગયા. જેમાં તેમના પત્નીનુ મોત થઈ ગયુ છે.

નવી દિલ્લીઃ Shripad Naik wife Vijaya Naik died: કર્ણાટક(Karnataka)ના ઉત્તર કન્નડ જિલ્લીના અકોલામાં આજે(સોમવાર) કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી શ્રીપદ નાઈક(Shripad Naik) ભીષણ કાર અકસ્માત (Road accident)નો શિકાર થઈ ગયા. આ દૂર્ઘટનામાં શ્રીપદ નાઈક ઘાયલ થઈ ગયા છે જ્યારે તેમના પત્ની વિજયા નાઈક(Vijaya Naik)નુ મોત થઈ ગયુ છે. મળતી માહિતી મુજબ દૂર્ઘટના બાદ બંનેને નજીકની સરકારી હોસ્પિટલ(government hospital)માં ભરતી કરવામાં આવ્યા જ્યાં ઈલાજ દરમિયાન કેન્દ્રીય મંત્રી ક્ષીપદ નાઈકની પત્નીએ ઈલાજ દરમિયાન દમ તોડી દીધો. હાલમાં શ્રીપદ નાઈકની હાલત સ્થિર જણાવાઈ રહી છે.

વિજયા નાઈક મૃત ઘોષિત

મીડિયા રિપોર્ટ મુજબ શ્રીપદ નાઈકની કારમાં છ લોકો સવાર હતા, તે પોતાની પત્ની સાથે ક્યાંક જઈ રહ્યા હતા. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ શ્રીપદ નાઈકની પત્ની વિજયા નાયક બેભાન થઈ ગયા હતા અને તેઓ ઘણી વાર સુધી ભાનમાં આવ્યા નહોતા. બાદમાં ડૉક્ટરોએ વિજયા નાઈકને મૃત ઘોષિત કરી દીધા. દૂર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત(Pramod Sawant)ને ગોવામાં કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈકના ઈલાજની બધી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે વાત કરી છે.

રાજકીય ગલીઓમાં શોકની લહેર

શ્રીપદ નાઈકની પત્ની વિજયા નાઈકના નિધનના સમાચાર આવતા જ રાજકીય ગલીઓમાં શોકની લહેર દોડી રહી છે. દિલ્લી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) ટ્વિટ કરીને વિજયા નાઈકના નિધન શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યુ, 'એક દૂર્ઘટનામાં વિજયા નાઈકજીના મૃત્યુના સમાચાર સાંભળીને દુઃખ થયુ. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈકના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીને આશા છે કે ભગવાન તેમને અને તેમના પરિવારને આ નુકશાનથી ઉભરવાની શક્તિ આપે.'

જોખમથી બહાર છે શ્રીપદ નાઈક

ગોવાના સીએમ પ્રમોદ સાવંતે સોમવારે મોડી રાતે કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈકની તબિયય વિશે માહિતી આપીને મીડિયાકર્મીઓ સાથે વાત કરી. સીએમ પ્રમોદ સાવંતે કહ્યુ, 'તેઓ(કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક) જોખમથી બહાર છે અને તબિયત સ્થિર છે. આજે રાતે બે નાની સર્જરી કરવામા આવશે. હજુ સુધી તેમને ઈલાજ માટે દિલ્લી ટ્રાન્સફર કરવાની જરૂરિયાત નથી.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X