Karnataka Elections : કોંગ્રેસ પર ભડક્યા યોગી, કહ્યું - બજરંગ દળ પર પ્રતિબંધ એ હિન્દુ આસ્થાની મજાક સમાન
Karnataka Elections : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, કોંગ્રેસે બજરંગ દળ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂકીને હિન્દુ આસ્થાની મજાક કરવાનો પ્રયાસ કર્યો છે. બહુમતી સમુદાય આને સહન કરશે નહીં અને સ્વીકારશે નહીં.

યોગી આદિત્યનાથે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, જેઓ એક ભારત, શ્રેષ્ઠ ભારતને પસંદ નથી કરતા તેઓ 'પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા' (PFI) જેવા રાષ્ટ્રવિરોધી સંગઠનોને સમર્થન આપી રહ્યા છે.
કર્ણાટકના ચિક્કામગાલુરુ જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ ઉત્તર પ્રદેશમાં રામની ભૂમિમાંથી હનુમાન (કર્ણાટક)ની ભૂમિ પર આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, બંને રાજ્યો વચ્ચેની જોડાણ એ હકીકતને રેખાંકિત કરે છે કે, તેઓ અવિભાજ્ય રીતે એક છે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની કલ્પનાને મૂર્ત બનાવે છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, જેમને એક ભારત શ્રેષ્ઠ ભારત પસંદ નથી, તેઓ ક્યાંક ને ક્યાંક PFI જેવા અસામાજિક અને રાષ્ટ્રવિરોધી સંગઠનોને પ્રોત્સાહન આપે છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્ણાટકના લોકોને આવતા વર્ષે જાન્યુઆરીમાં અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનમાં હાજરી આપવાનું આમંત્રણ પણ આપ્યું હતું.












Click it and Unblock the Notifications
