Karnataka Election Results 2023 : કર્ણાટકમાં અમારી જીત થઇ, વડાપ્રધાનની હાર - જયરામ રમેશ

Karnataka Election Results 2023 : કોંગ્રેસને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જીત મળી છે. આ સાથે તેમે બહુમતિ માટે જરૂરી 113 કરતા ક્યાંય વધુ 132 બેઠકો જીતી છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે, કર્ણટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાર છે. આ કોંગ્રેસની જીત છે.

કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે એવો પણ દાવો કર્યો હતો કે, ભારતીય જનતા પાર્ટીએ તેના ચૂંટણી અભિયાનને વડાપ્રધાન મોદી પર જનમતમાં ફેરવી દીધું હતું, પરંતુ તેના પ્રયાસને જનતાએ ફગાવી દીધો હતો.

Jairam Ramesh

જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું કે, કર્ણાટકમાં નક્કી થઈ ગયું છે કે, કોંગ્રેસ જીતી છે અને વડાપ્રધાન હારી ગયા છે. ભાજપે તેના ચૂંટણી અભિયાનને વડાપ્રધાન પર જનમતમાં ફેરવી દીધું હતું અને રાજ્યને તેમના આશીર્વાદ મેળવવા પર કેન્દ્રીત કર્યું હતું. તેને જનતાએ ફગાવી દીધી છે.

જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણી લોકોની આજીવિકા, ખાદ્ય સુરક્ષા, મોંઘવારી, ખેડૂતોની સમસ્યાઓ, વીજ પુરવઠો, બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર લડી હતી. ધ્રુવીકરણનો પ્રયાસ કર્યો હતો. કર્ણાટકમાં સામાજિક સમરસતા સાથે આર્થિક વિકાસ લાવી શકે તેવા એન્જિન' માટે બેંગ્લોરમાં વોટ આપવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X