Kanjhawala Accident : મૃતકની ફ્રેન્ડ નિધિ ઘરે પરત ફરી, જાણો અત્યારસુધી ક્યાં હતી?

નિધિ છેલ્લા કેટલાક સમયથી ગાયબ હતી. હવે સામે આવી રહેલી જાણકારી અનુસાર તેને પોલીસે સુરક્ષામાં રાખી હતી.

નવી દિલ્હી : દિલ્હીના ચકચારી કાંઝાવાલા અકસ્માત કેસમાં રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હવે મૃતક અંજલિની ફ્રેન્ડ નિધિ ઘરે પરત ફરી છે. હાલમાં જ નિધિએ મીડિયાને નિવેદન આપ્યુ હતુ અને ત્યારબાદ તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. તેને મીડિયા સામે ઘણા ચૌકાવનારા ખુલાસા કર્યા હતા. મીડિયા સામે આવ્યા બાદ કે અચાનક ગાયબ થઈ ગઈ હતી અને ઘર પણ બંધ જોવા મળ્યુ હતું. હવે નિધિ પરત ફરી છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે તે અત્યારસુધી ક્યાં હતી?

delhi

આ કેસમાં પોલીસ સતત કાર્યવાહી કરી છે ત્યારે સામે આવેલી માહિતી અનુસાર, નિધિ પોલીસ સુરક્ષામાં હતી. પોલીસે તેને કોઈ સુરક્ષિત જગ્યાએ રાખી હતી. નિધિ સાથે એક મહિલા અને એક પુરૂષ પોલીસકર્મીઓ પણ જોવા મળ્યા હતા.

આ કેસમાં સતત નવા નવા દાવાઓ થઈ રહ્યા છે ત્યારે નિધિના નિવેદને પુરી ઘટનાને નવો વળાંક આપ્યો હતો. ઘટના સમયે નિધિ અને મૃતક અંજલિ બન્ને એકસાથે જ હતા અને સીસીટીવી પણ સામે આવ્યા હતા. ઘટના બાદ નિધિએ દાવો કર્યો હતો કે ઘટના સમયે મૃતક અંજલિ નશામાં હતી અને તેનો તેના મિત્ર સાથે ઝઘડો થયો હતો.

નિધિના આ નિવેદન બાદ કેસમાં મોટો વળાંક આવ્યો. જો કે મીડિયા સામે નિવેદન બાદ નિધિ અચાનક ગાયબ થઈ ગઈ અને તેના વિશે કંઈ જ જાણી શકાયું નહીં. બે દિવસ પહેલા 6 જાન્યુઆરીએ પોલીસે જણાવ્યું હતું કે નિધિ અને અંજલિના મિત્ર નવીનને તપાસમાં જોડાવા માટે બોલાવાયા છે. નવીન સુલતાપુરી પોલીસ સ્ટેશનની બહાર નીકળતો પણ જોવા મળ્યો હતો પરંતુ નિધિ દેખાઈ ન હતી.

હવે સામે આવી રહેલી વિગતો અનુસાર નિધિને પોલીસ સુરક્ષામાં રાખવા પાછળનું કારણ તેને ખતરો હતો. થોડા દિવસો પહેલા અંજલિના પરિવારની કેટલીક મહિલાઓએ નિધિના ઘરમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ સ્થળ પર તૈનાત દિલ્હી પોલીસના જવાનોએ સ્થિતિ સંભાળી હતી. હવે નિધિ તેના ઘરે પહોચી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X