Kanjhavala Accident : 10 PCR વેન હોવા છત્તા પણ યુવતીને ખેંચતી રહી કાર, જુઓ શું મળ્યુ સીસીટીવીમાં?
ઘટનાને લઈને સુત્રો દાવો કરી રહ્યા છે કે 9 પોલીસ PCR વાને કારનો પીછો કર્યો પરંતુ તેને પકડવામાં નિષ્ફળ રહી હતી. 1 જાન્યુઆરીની વહેલી સવારે 20 વર્ષની અંજલિની સ્કૂટીને એક કારે ટક્કર મારી હતી અને લગભગ 12 કિમી સુધી ખેંચી હતી.
નવી દિલ્હી : દિલ્હીના કાંઝાવાલા અકસ્માત કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને તેમાં આ મોટો ખુલાસો થયો છે. સામે આવેલા સીસીટીવીમાં ઘટનાની રાતે રોડ પર પોલીસ વાન જોવા મળી રહી છે અને તેની બાજુમાંથી જ અકસ્માત સર્જનારી કાર પસાર થઈ રહી છે.

ઘટનાને લઈને સુત્રો દાવો કરી રહ્યા છે કે 9 પોલીસ PCR વાને કારનો પીછો કર્યો પરંતુ તેને પકડવામાં નિષ્ફળ રહી હતી. 1 જાન્યુઆરીની વહેલી સવારે 20 વર્ષની અંજલિની સ્કૂટીને એક કારે ટક્કર મારી હતી અને લગભગ 12 કિમી સુધી ખેંચી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે એફએસએલે આ ઘટનાને લઈને કહ્યું છે કે મૃતક કારના આગળના ટાયર ફસાઈ ગઈ હતી. મોટા ભાગના લોહીના ડાઘ આગળના ડાબા વ્હીલ પાછળ જોવા મળ્યા છે. કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ રોજ નવા નવા વળાંક સામે આવી રહ્યા છે. હાલમાં જ સામે આવ્યુ હતું કે પીડિતાની મિત્ર સ્થળ પર હાજર હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે જે ટુ-વ્હીલરથી અકસ્માત થયો તેમાં બે મહિલાઓ ઝઈ રહી હતી.
કેસ વિશે વાત કરીએ તો પોલીસે પાંચ આરોપી દીપક ખન્ના (26), અમિત ખન્ના (25), ક્રિષ્ના (27), મિથુન (26) અને મનોજ મિત્તલ (27)ની ધરપકડ કરી છે. આજે આરોપીઓની પોલીસ કસ્ટડી પૂરી થાય છે. મનોજ મિત્તલ ભાજપનો સ્થાનિક પદાધિકારી છે અને AAPએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસ આ કેસમાં નિષ્ક્રિય વલણ અપનાવીને તેને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
