ઝારખંડની સસ્પેન્ડેડ IAS પૂજા સિંઘલ સાથે ગૃહમંત્રી અમિત શાહનો ફોટો પોસ્ટ કરનાર પર થયો કેસ
આઈએએસ પૂજા સાથે અમિત શાહનો જૂનો ફોટો પોસ્ટ કરાતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કેસ નોંધી લીધો છે.
અમદાવાદઃ ઝારખંડમાં મનરેગા મની લૉંડ્રિંગ કેસમાં આઈએએસ પૂજા સિંઘલના ઘરેથી 19.3 કરોડ રુપિયા રોકડા મળ્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી. પૂજા સિંઘલ ઝારખંડની ખનન તેમજ ઉદ્યોગ સચિવ હતી. તેની વિરુદ્ધ ઈડીએ લાંચ લેવાના આરોપોસર પણ કાર્યવાહી કરી રહ્યુ છે. વળી, પૂજા હવે સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. એક વ્યક્તિએ પૂજા સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જૂનો ફોટો વાંધાનજક કેપ્શન આપીને પોસ્ટ કર્યો તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેના પર કેસ નોંધી લીધો છે.

જણાવવામાં આવી રહ્યુ છે કે પૂજા લગભગ 5 વર્ષ પહેલા અમિત શાહ સાથે દેખાઈ હતી. તેનો જૂનો ફોટો મુંબઈના અવિનાશ દાસે 8 મે, 2022ના રોજ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ કરીને વાંધાજનક શબ્દો લખ્યા. અવિનાશ સામે તિરંગાનુ અપમાન કરવાને લઈને પણ એક ફરિયાદ કરવામાં આવી. જેના કારણે અવિનાશ સામે આઈપીસીની કલમ - 469, આઈટી એક્ટની કલમ-67 અને રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર મુંબઈના અવિનાશ દાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂજા સિંઘલની તસવીરો પોસ્ટ કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા માર્ચ-2022માં અવિનાશે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલી અર્ધ નગ્ન છોકરીનો ફોટો પોસ્ટ કર્યો હતો.
ઝારખંડમાં IAS CA પૂજા સિંઘલના ઘરે દરોડા પાડીને મળેલી રોકડના સંદર્ભમાં EDની કાર્યવાહી ચાલી રહી છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પુષ્ટિ આપી હતી કે પૂજાના ઘરેથી મળી આવેલી રોકડ તેમની જ છે. તમને જણાવી દઈએ કે 7 મેના રોજ ધરપકડ કરાયેલી પૂજા સિંઘલની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુમન સિંહની ધરપકડના એક દિવસ પહેલા EDએ સુમનના ઘરેથી 19.31 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા જ્યારે પૂજા સિંઘલ અને તેના પતિની જગ્યાઓએથી લગભગ 150 કરોડથી વધુની સંપત્તિ અને રોકાણના કાગળો જપ્ત કર્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
