જમ્મુ કાશ્મીરઃ 24 કલાકમાં ત્રીજી આતંકી ઘટના, શોપિયાંમાં આતંકીઓએ કાશ્મીરી પંડિતને મારી ગોળી
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ફરીથી તેજ ગતિએ વધવા લાગી છે.
નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ફરીથી તેજ ગતિએ વધવા લાગી છે. છેલ્લા 24 કલાકમાં આતંકવાદની ત્રીજી ઘટના સામે આવી છે. સોમવારે જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને પોતાના નિશાન બનાવ્યા તેને ગોળીઓથી વિંધી દીધા. જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિત પર હુમલો કરી દીધો. છેલ્લા 24 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓની આ ત્રીજી ઘટના છે. આ પહેલા પણ આતંદવાદીઓએ બિહારી મજૂરો અને સીઆરપીએફ જવાન પર હુમલો કરી દીધો.

પોલિસે જણાવ્યુ કે પુલવામામાં બે અલગ-અલગ આતંકવાદી હુમલામાં 4 બિન સ્થાનિક મજૂર ઘાયલ થઈ ગયા. પુલવામા જિલ્લાના લિટર વિસ્તારમાં આતંકવાદીઓએ બે વ્યક્તિઓ પર ગોળીઓ ચલાવી અને બંને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. આ બંને પઠાણકોટ(પંજાબ)ના નિવાસી છે. તેમની ઓળખ સુરિંદર સિંહ અને ધીરજ દત્ત તરીકે થઈ છે. તેમને પુલવામાની જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. સોમવારે સવારે લઝુરા પુલવામામાં આતંકીઓએ વધુ એક હુમલો કર્યો જેમાં 2 બિહારી મજૂરો(પિતા-પુત્ર)ને ગોળીઓથી વિંધી દેવાયા. બંને ઘાયલ થઈ ગયા. તેમની ઓળખ 46 વર્ષીય જોખૂ ચૌધરી અને તેમનો 23 વર્ષીય પુત્ર પતિલેશ્વર ચૌધરી તરીકે થઈ છે.
પ્રારંભિક માહિતી મુજબ આતંકીઓએ શોપિયાંના સ્થાનિક નાગરિક પર હુમલો કર્યો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. વળી, જમ્મુ કાશ્મીર પોલિસે સેનાના વિસ્તારને સીલ કરીને સર્ચ ઑપરેશન શરુ કરી દીધુ છે. આતંકીની શોધ કરવામાં આવી રહી છે. આની પહેલા જ શ્રીનગરના મૈસૂમાના લાલ ચોક વિસ્તારમાં આતંકીઓએ સીઆરપીએફના બે જવાનો પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થઈ ગયો. જ્યારે બીજો જવાન હોસ્પિટલમાં ભરતી છે અને તેની હાલત ગંભીર છે. આતંકીઓએ સીઆરપીએફ જવાન પર એ વખતે હુમલો કર્યો જ્યારે એ મંદિરની સુરક્ષામાં તૈનાત હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
