Jammu Kashmir Election : ઈન્દ્રવાલ સીટ પર 80 ટકાથી વધુ મતદાન, જાણો બીજી સીટોની સ્થિતી
Jammu Kashmir Election Phase 1 : જમ્મુ કાશ્મીરમાં પહેલા ચરણનું મતદાન શાંતિપુર્ણ રીતે સમાપ્ત થયુ છે. 24 સીટો પર 7.30 વાગ્યા સુધીમાં 58.85 ટકા મતદાન નોંધાયુ.
2019 માં કલમ 370 નાબૂદ થયા પછી જમ્મુ કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. આ ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરની ઈન્દ્રવાલ સીટ પર સૌથી વધુ મતદાન નોંધાયુ.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ઈન્દ્રાવલ સીટ પર 80.06 ટકા મતદાન થયું છે. આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ લોકોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો.
અન્ય વિસ્તારોમાં પડર-નાગસેની અને કિશ્તવાડમાં પણ સારૂ મતદાન જોવા મળ્યુ. અહીં અનુક્રમે 76.80 ટકા અને 77.23 ટકા મતદાન નોંધાયુ. જમ્મુ ક્ષેત્રના પુલવામામાં સૌથી ઓછું 46.03 ટકા મતદાન નોંધાયું. અત્યાર સુધી બહાર આવેલા આંકડાઓ અનુસાર, કાશ્મીર ખીણમાં પહેલગામમાં સૌથી વધુ 67.86 ટકા મતદાન થયું છે.
આ પછી ડીએચ પોરામાં 65.21 ટકા, કુલગામમાં 59.58 ટકા, કોકરનાગમાં 58 ટકા અને દુરુમાં 57.90 ટકા મતદાન થયું હતું. ત્રાલ વિસ્તારમાં સૌથી ઓછું મતદાન 40.58 ટકા નોંધાયુ તો પુલવામામાં પણ આંકડો ટકા નીચે જોવા મળ્યો છે.
આ સિવાય અનંતનાગમાં 41.58 ટકા, અનંતનાગ પશ્ચિમમાં 45.93, પામ્પોરમાં 42.67, રાજપોરામાં 45.78 અને પુલવામામાં 46.22 ટકા મતદાન થયું છે. ઝૈનાપોરામાં 52.64 ટકા અને શોપિયાંના શોપિયાં જિલ્લામાં 54.72 ટકા મતદાન નોધાયુ.
જણાવી દઈએ કે, આ તબક્કામાં સામેલ 24 વિધાનસભા બેઠકોના 23 લાખથી વધુ મતદારો 90 અપક્ષ સહિત 219 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
