જમ્મુ કાશ્મીર શોપિયાંમાં અપહરણ કરેલા ત્રણ પોલીસકર્મીઓની હત્યા

જમ્મુ કાશ્મીરમાં ચાર પોલીસકર્મીઓ લાપતા થયાની ખબર છે. જાણકારી અનુસાર દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓ ઘ્વારા જમ્મુ કાશ્મીર પોલીસના ત્રણ વિશેષ અધિકારી અને એક જવાનનું અપહરણ કરી લીધું.

જમ્મુ કાશ્મીર શોપિયાંમાં અપહરણ કરેલા ચારમાંથી ત્રણ પોલીસકર્મીઓની આતંકીઓએ હત્યા કરી નાખી છે. ત્યાં જ એક પોલીસકર્મીને આતંકીઓએ છોડી મુક્યો છે. સુરક્ષાબળોને ત્રણે પોલીસકર્મીઓની લાશ મળી ચુકી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પંચાયત ઇલેક્શનને કારણે પોલીસકર્મીઓના મનમાં દહેશત પેદા કરવા માટે આતંકીઓ ઘ્વારા આવું કાયરતાપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓ ઘ્વારા જમ્મુ કાશ્મીર પોલીસના ત્રણ વિશેષ અધિકારી અને એક જવાનનું અપહરણ કરી લીધું. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકીઓ ઘ્વારા તેમનું ગુરુવારે રાત્રે અપહરણ કરવામાં આવ્યું હતું. હજુ સુધી કોઈ પણ આતંકી સંગઠને આ વિશેની જવાબદારી લીધી નથી.

jammu kashmir

આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ આતંકીઓ ઘ્વારા જમ્મુ કાશ્મીર પોલીસના ઓફિસર અને જવાનોના 11 સંબંધીઓનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ત્યારપછી પોલીસે પણ હિઝબુલના ત્રણ આતંકીઓના સંબંધીઓની ધરપકડ કરી હતી. અપહરણ કરનાર આતંકીઓ તેનાથી હેબતાઈ ગયા અને પોલીસ ઓફિસરોના સંબંધીઓને છોડી મુક્યા.

આ પહેલા જમ્મુ કાશ્મીરના બારામૂલામાં આવેલા સોપોરમાં આતંકીઓ ઘ્વારા સીઆરપીએફ જવાનો પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ચાર જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોના ઉપચાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભારતીય જવાન સાથે બર્બરતા

આ પહેલા બુધવારે પાકિસ્તાની સેનાએ એક ભારતીય જવાનના શબ સાથે છેડછાડ કરી હતી. આ જવાન થોડા દિવસો પહેલા ગાયબ થઈ ગયો હતો અને બાદમાં જવાનનું શબ મંગળવારે જમ્મુ સ્થિત ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર મળી આવ્યુ હતુ.

મૃત જવાનના શબ સાથે પાકિસ્તાનની સેનાએ બર્બરતા કરી છે અને તેનું માથુ કાપવાની પણ કોશિશ કરી. પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમ (બેટ) દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આ જવાન પર હુમલો કરીને તેની પાસેના હથિયારો લૂંટી લેવામાં આવ્યા. ત્યારબાદ આ જવાનનું ગળુ કાપવામાં આવ્યુ. જવાનના શબને ચાકુઓથી છૂંદી નાખવામાં આવ્યુ. તેના શરીર પર ઘણી ઈજાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. પાક આર્મીની નિર્દયતા આટલેથી રોકાઈ નહિ. પાક સ્નાઈપરે તેને ગોળી મારી અને બાદમાં જવાનનું માથુ, ધડથી અલગ કરવાની પણ કોશિશ કરવામાં આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X