International Yoga Day 2023: બીએસએફના અધિકારીઓ અને જવાનોએ જમ્મુમાં કર્યા યોગ
International Yoga Day 2023: આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે. યોગ દિવસ પર આર્મીના જવાનોએ પણ યોગ કર્યા. જમ્મુ કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં બીએસએફના અધિકારીઓ અને જવાનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગાભ્યાસ કર્યો.
ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનોએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી યોગ કર્યા હતા. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સશસ્ત્ર દળના જવાનોએ પણ ભાગ લીધો. લદ્દાખના પેંગોંગમાં સેનાના જવાનોએ યોગ કર્યા હતા.

આ પ્રસંગે નેવીએ 'ઓશન રિંગ ઓફ યોગા'ની રચના કરી હતી. ભારતીય નૌકાદળના 19 જહાજો પર સવાર લગભગ 3,500 ખલાસીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જળમાં યોગના રાજદૂત તરીકે 35,000 કિમીનું અંતર કાપ્યું હતું.
ગુજરાતના સુરતમાં પણ વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શહરના 1.50 લાખ લોકોએ યોગ કરીને ગિનિશ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો.
આ અવસર પર પીએ મોદીએ વર્ચ્યુઅલ સંબોધનમાં દેશવાસીઓને એક સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે હું યોગ દિવસની ઉજવણી દરમિયાન કોઈને કોઈ કાર્યક્રમમાં તમારી વચ્ચે હાજર રહેતો હતો. તમારા બધા સાથે યોગ કરવાનો આનંદ પણ યાદગાર છે.
પરંતુ આ વખતે વિવિધ પ્રતિબદ્ધતાઓને લીધે હું હાલમાં અમેરિકામાં છું, તેથી હું વીડિયો સંદેશ દ્વારા તમારી સાથે જોડાઈ રહ્યો છું. મિત્રો, હું તમને એ પણ જણાવી દઉં કે ભલે હું તમારી વચ્ચે યોગ કરી શકતો નથી પરંતુ હું યોગ કરવાના કાર્યક્રમથી ભાગી રહ્યો નથી.
#WATCH | BSF officers and Jawans perform yoga on #9thInternationalYogaDay at International Border in R S Pura sector of Jammu pic.twitter.com/Bw1RcHAcuZ
— ANI (@ANI) June 21, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
