Yoga Day: સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બોલ્યા - ગરીબ લોકો પાસે યોગનુ નાટક કરાવવુ ક્રૂરતાની હદ
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુએ કહ્યુ છે કે જ્યારે બેરોજગારી અને ગરીબીએ દેશમાં ઘણા દશકના રેકૉર્ડ તોડી દીધા છે ત્યારે લોકોને યોગ કરવા માટે કહેવુ અને આનો ઉત્સવ મનાવવો ક્રૂરતા છે.
નવી દિલ્લીઃ દુનિયાભરમાં આજે 7મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે દેશ જ નહિ પરંતુ દુનિયાભરમાં કાર્યક્રમો યોજાયા છે. રાજકારણ, બૉલિવુડ અને બીજા તમામ ક્ષેત્રોના લોકોએ યોગ કરતા ફોટા શેર કર્યા છે અને લોકોને શુભકામનાઓ આપી છે. વળી, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુએ કહ્યુ છે કે એવા સમયમાં જ્યારે બેરોજગારી અને ગરીબીએ દેશમાં ઘણા દશકના રેકૉર્ડ તોડી દીધા છે, લોકોને યોગ કરવા માટે કહેવુ અને આનો ઉત્સવ મનાવવો ક્રૂરતા છે.

જસ્ટિસ માર્કંડેય કાત્જુએ યોગ દિવસ વિશે ઘણા ટ્વિટ કર્યા છે. તેમણે લખ્યુ - 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. હું આને એક નાટક તરીકે જોઉ છુ. 50 ટકા ભારતીય બાળકો કુપોષિત છે, આપણી 50 મહિલાઓ એનીમિક છે. દેશમાં રેકૉર્ડ બેરોજગારી છે. આવા સમયમાં લોકોને યોગ કરવા માટે કહેવુ ક્રૂરતાની હદ છે. આ એવુ જ છે જેવુ રાની મેરી એંટોનેટે લોકોને રોટલી માંગવા પર કહ્યુ હતુ કે રોટલી ના હોય તો કેક ખાવ.
બીજા એક ટ્વિટમાં કાત્જૂએ કહ્યુ, 'પેટ ખાલી છે અને યોગ કરાવવામાં આવી રહ્યા છે. ખિસ્સા ખાલી છે અને ખાતા ખોલાવવામાં આવી રહ્યા છે. ઘર નથી અને શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે.' ત્યારબાદ કાત્જૂએ લખ્યુ - ભૂખ્યા યોગ ના હોય ગોપાલા. પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ રહી ચૂકેલ જસ્ટીસ માર્કંડેય કાત્જુએ એ પણ કહ્યુ કે યોગ કરવા આરોગ્ય માટે સારા હોવા અને દિમાગને શાંતિ અને સુકુન મળવાનો દાવો કરવામાં આવે છે પરંતુ શું ભૂખ્યા-ગરીબ અને બેરોજગારોને પણ આવો જ ફાયદો મળશે? શું યોગથી કુપોષિત બાળકો અને લોહીની કમી સામે ઝઝૂમતી મહિલાઓ તંદુરસ્ત બની શકશે?
જસ્ટીસ માર્કંડેય કાત્જુએ ગયા સપ્તાહે દેશમાં કોરોના મહામારીના કારણે કથળેલી આરોગ્ય સેવાઓ, અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો અને દેશમાં રેકૉર્ડતોડ મોંઘવારી વિશે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પેટ્રોલ-ડીઝલ, સરસિયાના ભાવ, કોરોનાથી થયેલ મોત વિશે ટ્વિટ કર્યા. ટ્વિટમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર કટાક્ષ કરીને પૂછ્યુ છે કે શું સારા દિવસો આવી ગયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
