Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતીય કફ સીરપથી ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોત મુદ્દે સરકારની મોટી એક્શન, પુરૂ પ્રોડક્શન બંધ કરવા આદેશ

કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ખાંસીની દવા ડોક-1 મેક્સમાં અયોગ્યતાના અહેવાલને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે 29 ડિસેમ્બર રાતથી મેરિયન બાયોટેકની તમામ દવાઓનું ઉત્પાદન બંધ કરાવી દીધું છે.

નવી દિલ્હી : પહેલા ગામ્બિયા અને પછી ઉઝબેકિસ્તાને ભારતીય કફ સીરપથી બાળકોના મોત થયા હોવાનો દાવો કર્યો હતો. હવે આ મુદ્દે ભારત સરકાર એક્શનમાં આવી છે. આ પહેલા ભારત સરકાર તરફથી કહેવાયુ હતું કે સરકાર નજર રાખી રહી છે ત્યારે હવે કેન્દ્રિય આરોગ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે.

mansukh mandviya

કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ખાંસીની દવા ડોક-1 મેક્સમાં અયોગ્યતાના અહેવાલને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે 29 ડિસેમ્બર રાતથી મેરિયન બાયોટેકની તમામ દવાઓનું ઉત્પાદન બંધ કરાવી દીધું છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, ઉઝબેકિસ્તાને કફ સીરપના કારણે 18 બાળકોના મોત થયા હોવાનો દાવો કર્યો હતો. આ દાવા બાદથી કંપની પર સતત સવાલો ઉઠી રહ્યા છે. ઉઝબેકિસ્તાનના દાવા બાદથી જ સરકાર એલર્ટ થઈ ગઈ હતી. ભારત સરકારે ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતને ભારતીય કફ સિરપ સાથે જોડીતી બાબતોનો રિપોર્ટ પણ માંગ્યો છે.

ભારત સરકાર સતત એલર્ટ જોવા મળી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે. કેન્દ્ર સરકારના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ખુદ આ મામલે નજર રાખી રહ્યા છે. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયનો આરોપ છે કે ડોક-1 મેક્સ દવા પીવાથી બાળકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ સરકારના એક અધિકારીના જણાવ્યા અનુસાર, મેરિયન બાયોટેક કંપની ભારતમાં ખાંસીની દવા Doc-1 Max વેચતી નથી અને તે માત્ર ઉઝબેકિસ્તાનમાં જ નિકાસ કરે છે.

મનસુખ માંડવિયાએ આગળ કહ્યું કે, નોઈડા સ્થિત કંપનીમાંથી કફ સિરપના નમૂના લેવાયા અને ચંદીગઢની પ્રાદેશિક દવા પરીક્ષણ પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલાયા છે. આ ઉપરાંત કફની દવા ડોક-1 મેક્સમાં અયોગ્યતાના અહેવાલને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે ગુરુવાર રાતથી મેરિયન બાયોટેકની તમામ દવાઓનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X