ભારતે બ્રાઝિલને સોંપી જી20ની અધ્યક્ષતા, હવે નવેમ્બરમાં થશે વર્ચુઅલ બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો દા સિલ્વાને G20 અધ્યક્ષપદની જવાબદારી સોંપવાની સાથે નવી દિલ્હી G20 સમિટ આજે સમાપ્ત થઈ.
નવી દિલ્હીમાં G20 નેતાઓને સંબોધતા, ભારતીય વડા પ્રધાને G20 સમિટના અંતની જાહેરાત કરી અને નવેમ્બરમાં G20 દેશોની વર્ચ્યુઅલ સમિટ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો. રિપોર્ટ અનુસાર તેના પર સર્વસંમતિ સધાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે G20ની અધ્યક્ષતાની જવાબદારી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો દા સિલ્વાને સોંપી છે.

G20 સમિટમાં બોલતા PM નરેન્દ્ર મોદીએ ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે વૈશ્વિક ધોરણો વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વિશ્વને બહુપક્ષીય વિકાસ બેંકોના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવાની જરૂર છે, તેમણે ઉમેર્યું હતું કે બહુપક્ષીય વિકાસ બેંકો અંગેના નિર્ણયો તાત્કાલિક અને અસરકારક હોવા જોઈએ.
આ પહેલા આજે વિશ્વ નેતાઓએ મહાત્મા ગાંધી સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટની મુલાકાત સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરી હતી, ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વિયેતનામ જવા રવાના થયા હતા.
ત્યારબાદ અન્ય નેતાઓએ ભારત મંડપમ ખાતે "વન ફ્યુચર" શીર્ષક ધરાવતા G20 સમિટના ત્રીજા અને સમાપન સત્રમાં ભાગ લીધો હતો. દરમિયાન યુકેના પીએમ ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ નવી દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી.
આ વખતની G20 સમિટની સૌથી મોટી વાત એ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ મેગા ઇકોનોમિક કોરિડોર શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલમાં ભારત, UAE, સાઉદી અરેબિયા, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને યુએસનો સમાવેશ થાય છે.
#WATCH | G 20 in India | President of Brazil Luiz Inácio Lula da Silva says, "...We are living in a world where wealth is more concentrated in which millions of human beings still go hungry, where sustainable development is always threatened, in which government institutions… pic.twitter.com/rPPB1rleqQ
— ANI (@ANI) September 10, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
