બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો, આરોપીઓને છોડવા બાબતે તીખા સવાલ કર્યા

બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારની શંકાસ્પદ ભુમિકાને લઈને હવે ફરીથી સુપ્રીમ કોર્ટે મહોર મારી છે. સુપ્રીમ કોર્ટે સૂનાવણી દરમિયાન ગુજરાત સરકારનો ઉધડો લેતા તીખા સવાલ કર્યા છે અને જવાબ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકાર દ્વાર છોડી મુકવામાં આવેલા દોષિઓની મુક્તિ પર આકરા સવાલ કર્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શું આ દોષિતોને મૃત્યુદંડની સજા પછીનની આજીવન કેદ સજા આપવામાં આવી છે તો 14 વર્ષની સજા ભોગવ્યા બાદ તેને કેવી રીતે છોડી મુકવામાં આવ્યા?

bilkis bano

આ કેસમાં પહેલેથી જ ગુજરાત સરકારની ભુમિકા શંકાસ્પદ રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટે સરકારનો ઉઘડો લેતા પુછ્યુ કે, બાકીના કેદીઓને 14 વર્ષની જેલવાસ બાદ કેમ મુક્તિ કેમ નથી મળી?

જણાવી દઈએ કે, 2002માં નરેન્દ્ર મોદીની સરકાર દરમિયાન ગોધરા રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેના પરિવારના 7 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં 11 લોકોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં પુછ્યુ કે, જેલ કેદીઓથી ભરેલી છે તો શા માટે અન્ય કેદીઓને સુધારવાની તક ન આપવામાં આવી? કોર્ટે પૂછ્યું છે કે, બિલ્કીસ બાનોના દોષિતો માટે જેલ સલાહકાર સમિતિની રચના કયા આધારે કરવામાં આવી? સલાહકાર સમિતિની વિગતો કોર્ટને આપો. કોર્ટે સરકારને પૂછ્યું કે, જ્યારે ગોધરા કોર્ટે ટ્રાયલ ચલાવી ન હતી તો તેનો અભિપ્રાય કેમ માંગવામાં આવ્યો? હવે વધુ સૂનાવણી 24 ઓગસ્ટે થશે.

જણાવી દઈએ કે, ગુજરાત સરકારે કમિટીના રિપોર્ટ બાદ 15 ઓગસ્ટ 2022ના રોજ બિલ્કીસ બાનો કેસના દોષિતોને સજા પુરી થયા પહેલા છોડી મુક્યા હતા. દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી પરંતુ ગયા વર્ષે ગુજરાત સરકારે તેમને માફી નીતિ હેઠળ મુક્ત કર્યા હતા. મુક્ત કરાયેલા કેટલાક લોકોએ 15 વર્ષ અને કેટલાકે 18 વર્ષ જેલમાં વિતાવ્યા છે.

આ દોષિતોને છોડાયા બાદ બિલકિસ બાનોએ પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને ગુજરાત સરકારના નિર્ણયને પડકાર્યો હતો. ગુજરાત સરકારના પગલાની ટીકા કરતા બિલકિસ બાનોએ કોર્ટને કહ્યું હતું કે, આટલો મોટો અને અન્યાયી નિર્ણય લેતા પહેલા કોઈએ તેની સુરક્ષા વિશે પૂછ્યું નહીં અને તેના કલ્યાણ વિશે વિચાર્યું નહીં. તેણીએ ગુજરાત સરકારને આમાં ફેરફાર કરવા અને તેમને ડર વિના શાંતિથી જીવવાનો અધિકાર આપવા માંગ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X