તમિલનાડુમાં ફ્રિમાં સાડિઓ લેવાના ચક્કરમાં 4 મહિલાઓનુ મોત
મફતમાં સાડી અને વેસ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, નાસભાગ મચી, ચાર મહિલાઓના મોત
તમિલનાડુના તિરુપત્તુરના વાણિયમબાડીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાણિયાંબડીમાં થાઈપુસમના અવસરે, એક માણસ મહિલાઓને મફત વેશતી (પુરુષોની સફેદ ધોતી) અને સાડીઓ માટે ટોકન આપી રહ્યો હતો. જેને મેળવવા મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરૂષો એકઠા થયા હતા. પહેલા ટોકન મેળવવાની દોડમાં બંને વચ્ચે નાસભાગ મચી ગઈ અને લોકો એકબીજાને કચડી ભાગવા લાગ્યા. જેમાં ચાર મહિલાઓના મોત થયા હતા. આ માહિતી તિરુપથુર પોલીસ અધિકારીએ આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર નાસભાગમાં ચાર મહિલાઓના મોત થયા હતા અને ઘણી મહિલાઓ ઘાયલ થઈ હતી, જેમને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.પોલીસે જણાવ્યું હતું કે તમિલનાડુમાં થાઈપુસમ તહેવારના અવસર પર એક વ્યક્તિએ સાડી અને વેસ્ટ વહેંચવાનું શરૂ કર્યું હતું. ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, જે માટે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી.
આ ઘટના તમિલનાડુના તિરુપત્તુરની છે જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ વાણિયમબાડીમાં એકઠી થઈ હતી. જ્યારે મફત સાડી અને વેષ્ટી (સફેદ ધોતી)ના ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ટોકન મેળવવા ઉતાવળમાં મહિલાઓમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. મહિલાઓ એકબીજાને કચડીને અહી દોડવા લાગી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઘાયલ થઈ હતી અને મફત સાડી લેવાના ચક્કરમાં આવેલી ચાર મહિલાઓ એટલી ખરાબ રીતે ઘાયલ થઈ હતી કે તેઓએ જીવ ગુમાવ્યો હતો.
ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પ્રથમ ટોકન મેળવવા માટે મહિલાઓ એકબીજાને ધક્કો મારતી જોવા મળી હતી, જેમાં નાસભાગ મચી ગઈ હતી અને થોડીવારમાં ચારેય બાજુથી ચીસો સંભળાઈ હતી. આ મામલાની જાણ તુરંત જ તિરુપથુર પોલીસને કરવામાં આવી હતી જે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે ચાર મહિલાઓના મોત થયા છે અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પુનીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
