ઇમરાને સિદ્ધુને ફોન કર્યો, શપથ ગ્રહણ માટે આમંત્રણ આપ્યું
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ બાદ હવે નવા વડાપ્રધાન માટે શપથ ગ્રહણ તારીખ આવી ચુકી છે. પાકિસ્તાન 18 ઓગસ્ટના રોજ પીટીઆઇ પાર્ટી અધ્યક્ષ ઇમરાન ખાન વડાપ્રધાન તરીકે શપથ લેશે.
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ બાદ હવે નવા વડાપ્રધાન માટે શપથ ગ્રહણ તારીખ આવી ચુકી છે. પાકિસ્તાન 18 ઓગસ્ટના રોજ પીટીઆઇ પાર્ટી અધ્યક્ષ ઇમરાન ખાન વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ માહિતી તેમના પક્ષ ઘ્વારા આપવામાં આવી છે. શપથ ગ્રહણ માટે ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાન ઘ્વારા ભૂતપૂર્વ ખેલાડી નવજોત સિંહ સિદ્ધુને કૉલ કરીને તેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ માહિતી નવજોતસિંહ સિદ્ધુ ઘ્વારા પોતે આપવામાં આવી છે.

નવજોત સિંહ સિદ્ધુ ઘ્વારા આમંત્રણ સ્વીકારવામાં આવ્યું
પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે ઇમરાન ખાને મને શપથ સમારંભમાં જોડાવા માટે બોલાવ્યા છે, તેથી આ રીતે મેં તેમનું આમંત્રણ સ્વીકાર્યું છે. સિધ્ધુએ કહ્યું કે મેં કેન્દ્રિય ગૃહ મંત્રાલય અને પંજાબમાં મુખ્યમંત્રીની ઓફિસને પણ માહિતી આપી છે.

ઇમરાન ખાન 18 ઓગસ્ટે શપથ લેશે
અગાઉ, સિદ્ધુએ આશા વ્યક્ત કરી હતી કે ઇમરાન ખાન વડા પ્રધાન બન્યા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો દિવસોમાં સુધારશે. પીટીઆઈ નેતા ઈમરાન ખાન 18 ઑગસ્ટના રોજ પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે શપથ લેશે.

નવજોત સિંહ સિદ્ધુ ઘ્વારા ગૃહ મંત્રાલયને માહિતી આપવામાં આવી
પીટીઆઈ સેનેટર ફેઝલ જાવેદ દ્વારા ટ્વિટર મારફતે તેની જાણકારી આપવામાં આવી હતી, પીટીઆઈ, બુધવારે. 25 જૂલાઈના રોજ યોજાયેલી પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓમાં નેશનલ એસેમ્બલીના 116 બેઠકો જીતીને પીટીઆઈ સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી છે. પીટીઆઇની સંસદીય સમિતિએ ઇમરાનને સંસદીય પક્ષના નેતા તરીકે અને પીએમના પદના સોમવારે નામાંકિત કર્યા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
