પાર્ટીમાંથી ટિકિટ મેળવવા માટેની અરજી કરવી હોય તો ચૂકવવા પડશે 11,000
તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં વ્યસ્ત છે. જે લોકોને કોંગ્રેસ પાર્ટી તરફથી ટિકિટ જોઈએ છે, તેમને 11 હજાર રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે, આ રકમ અરજદારો પાસેથી સહયોગ રાશિ તરીકે લેવામાં આવશે.
લખનઉ : 2022 ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને માત્ર થોડા મહિનાઓ બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં વ્યસ્ત છે. જે લોકોને કોંગ્રેસ પાર્ટી તરફથી ટિકિટ જોઈએ છે, તેમને 11 હજાર રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે, આ રકમ અરજદારો પાસેથી સહયોગ રકમ તરીકે લેવામાં આવશે. આ સંદર્ભે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ મંગળવારના રોજ (14 સપ્ટેમ્બર) એક પરિપત્ર જાહેર કર્યો છે.

અજય કુમાર લલ્લુ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ આગામી વિધાનસભા ચૂંટણી 2022 માટે આવેદનપત્ર રજૂ કરવા માટે જિલ્લા મથક ખાતે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્ય કોંગ્રેસ સમિતિના જાહેર ફરિયાદ સેલના સચિવ રાજ્ય કક્ષાના સંજય શર્મા અને લખનઉ પૂર્વ જિલ્લા પ્રમુખ વિજય બહાદુરને અધિકૃત કરવામાં આવ્યા છે. તમામ અરજદારો રૂપિયા 11 હજારની સહયોગ રકમ સાથે 25 સપ્ટેમ્બર સુધી જિલ્લા અને રાજ્ય સ્તરે આ અધિકૃત લોકોને તેમના અરજી ફોર્મ સબમિટ કરી શકે છે.
આ સહયોગની રકમ ઉત્તર પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખના ચાલુ ખાતામાં જમા કરવામાં આવશે. આ સંદર્ભે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતા કહ્યું કે, આ રકમ પાર્ટી ફંડમાં યોગદાન તરીકે ટિકિટ માટે અરજી કરનારાઓ પાસેથી લેવામાં આવશે. આ નિર્ણય પાર્ટી દ્વારા લેવામાં આવ્યો છે.
આ સાથે લલ્લુએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ આવું થયું છે. ઉલ્લેખનીય છે કે, 10 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પ્રવાસે આવ્યા હતા અને પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ વખતે ઉમેદવારો થોપવામાં આવશે નહીં. આ સાથે જ નેતાઓએ જણાવ્યું હતું કે, બહારના નેતાઓને ટિકિટ આપવાનું ટાળવું જોઈએ. કારણ કે, તેમને હાર્યા બાદ પાર્ટી છોડી દે છે.
યુપીની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાને એક વાસ્તવિક વિકલ્પ તરીકે સાબિત કરવા માટે સંપૂર્ણ તૈયારી સાથે પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે. જે કારણે પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોમાં ગયેલા લોકોને પરત લાવવા માટે તમામ પ્રયત્નો કરવાનો આદેશ આપ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જો જરૂર પડશે, તો તે પોતે તેમને પોતે નેતાઓના ઘરે જશે અથવા તેમની સાથે ફોન પર વાત કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
