અશ્લિલ વીડિયો જોવાના શોખીન છો તો સાવધાન, જવુ પડી શકે છે જેલ
ભારત જેવા દેશોમાં હવે મોબાઈલમાં અશ્લિલ વીડિયો જોવા સામાન્ય બાબત બની ગઈ છે. ભારત સરકારે પ્રતિબંધ મુક્યો હોવા છત્તા હજારો વેબસાઈટ આજે પણ હલકુ મનોરંજન પીરસી રહી છે.
જો કે તમને જાણીને નવાઈ લાગશે કે તમે પોર્ન જોવાના શોખીન છો તો જેલની હવા ખાવી પડી શકે છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક ખાસ કેસને લઈને મહત્વનો આદેશ જારી કર્યો છે.

સુપ્રીમ કોર્ટે ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઈને મોટો આદેશ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી એ POCSO અને IT એક્ટ હેઠળ ગુનો ગણવા આદેશ કર્યો છે.
એક કેસની સૂનાવણી કરતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટવા આ આદેશ આપ્યો.
કોર્ટે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત સામગ્રી ડાઉનલોડ કરે છે અથવા જુએ છે અને સ્ટોરેજ રાખે છે તો તેને ટ્રાન્સમિટ કરવાના હેતુથી રાખવામાં આવી હોવાના ઈરાદા સમજીને ગુનો ગણવામાં આવશે.
જણાવી દઈએ કે, ભારતમાં અશ્લીલ સામગ્રી અંગે કાયદો જટિલ છે. ભારતીય કાયદા અનુસાર, અશ્લીલ સામગ્રીનું ઉત્પાદન, વિતરણ અને વેપાર ગેરકાયદેસર છે. પરંતુ અશ્લીલ સામગ્રીને ખાનગીમાં જોવા પર કોઈ પ્રતિબંધ નથી. જો કે, દરેક કિસ્સામાં આવું નથીસ, કેટલાક કિસ્સામાંખાનગીમાં અશ્લીલ સામગ્રી જોવા માટે જેલની સજા પણ થઈ શકે છે.
અશ્લીલ સામગ્રીનું ઉત્પાદન, વિતરણ અને વેપાર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 (IT એક્ટ, 2000) ની કલમ 67, 67A અને IPCની કલમ 292, 293, 294, 500, 506 અને 509 હેઠળ સજાની જોગવાઈ છે. ઈલેક્ટ્રોનિક માધ્યમો પર અશ્લીલ સામગ્રીના પ્રકાશન, પ્રસારણ અને વિતરણને લઈને કડક નિયમો છે.












Click it and Unblock the Notifications
