જો અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ તો કોણ બનશે દિલ્લીના CM? AAPએ ખુદ જણાવ્યુ
Delhi CM Arvind Kejriwal News: દિલ્હી લિકર પૉલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમને મોકલવામાં આવેલા સમન્સનો ઉલ્લેખ કરતા, આમ આદમી પાર્ટી (AAP) એ સોમવારે (06 નવેમ્બર) કહ્યું હતું કે જો આગામી દિવસોમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે, તો તેઓ જેલમાંથી દિલ્હી સરકાર ચલાવશે.
સીએમ અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પૉલિસી સાથે જોડાયેલા મની લૉન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા પછી, AAPએ આરોપ લગાવ્યો કે કેજરીવાલને જેલમાં ધકેલી દેવાનું કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા "ષડયંત્ર" હતું. તમને જણાવી દઈએ કે દિલ્હી લિકર પૉલિસી હવે બંધ કરી દેવામાં આવી છે.

AAP ધારાસભ્યો અને કેજરીવાલ વચ્ચેની બેઠક અંગે પત્રકારો સાથે વાત કરતા દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રી કેજરીવાલને EDના સમન્સ છતાં તેમના પદ પરથી રાજીનામું ન આપવા જણાવ્યું હતું.
મંત્રી આતિશીએ કહ્યું, "અમે સીએમ કેજરીવાલને રાજીનામું ન આપવા કહ્યું કારણ કે દિલ્હીના લોકોએ કેજરીવાલને મત આપ્યો છે. જો તે જેલમાં જશે તો પણ અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે." આતિશીએ કહ્યું કે AAP જેલમાં કેબિનેટ બેઠક યોજવા માટે કોર્ટની પરવાનગી લેશે.
મંત્રી આતિશીએ કહ્યું, "તમામ ધારાસભ્યોએ સીએમ અરવિંદ કેજરીવાલને એક જ વાત કહી હતી કે જો ભાજપ તિહારમાં સીએમને બેસાડે, તો પણ તેમણે કોઈપણ સંજોગોમાં રાજીનામું ન આપે. ભાજપના ષડયંત્રને જીતવા નથી દેવાનો. લોકોએ કોઈ ધારાસભ્ય કે પાર્ટીને નહીં પરંતુ અરવિંદ કેજરીવાલને મત આપ્યો છે. લોકોનો વિશ્વાસ તોડવો જોઈએ નહીં. અમે કોર્ટમાં જઈશું, કેબિનેટની બેઠક, ફાઈલો, જેલમાં રહેલા અધિકારીઓને તેમની પાસે લઈ જવા માટે કોર્ટની પરવાનગી લઈશું.
સૌરભ ભારદ્વાજ અને આતિશીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં પાર્ટીના કાઉન્સિલરો સાથે બેઠક પણ કરશે. કથિત દારૂ નીતિ કૌભાંડ સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં EDએ કેજરીવાલને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, સીએમ કેજરીવાલે ED સમન્સને "ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત" કહીને અવગણ્યા હતા. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સમન્સ ભાજપની વિનંતી પર મોકલવામાં આવ્યા હતા.
सभी विधायकों ने CM @ArvindKejriwal को एक ही बात बोली, कि चाहे भाजपा CM को Tihar में डाल दें, लेकिन फिर भी उन्हें किसी भी हाल में इस्तीफ़ा नहीं देना है। भाजपा के षड्यंत्र को जीतने नहीं देना।
— AAP (@AamAadmiParty) November 6, 2023
लोगों ने Vote किसी विधायक या पार्टी को नहीं बल्कि अरविंद केजरीवाल को दिया। लोगों का भरोसा… pic.twitter.com/evwss3GBEe
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
