Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IAS ટૉપર ટીના ડાબી આજે 13 વર્ષ મોટા પ્રદીપ ગાવંડે સાથે કરશે લગ્ન, જાણો કેવી રીતે શરુ થઈ બંનેની લવ સ્ટોરી

IAS ટૉપર ટીના ડાબી આઈએએસ અધિકારી પ્રદીપ ગાવંડે સાથે આજે 20 એપ્રિલના રોજ લગ્ન કરવા જઈ રહી છે.

જયપુરઃ રાજસ્થાનની યુપીએસસી 2016ની પરીક્ષા ટૉપર ભારતીય પ્રશાસનિક સેવા અધિકારી ટીના ડાબી આઈએએસ અધિકારી પ્રદીપ ગાવંડે સાથે આજે 20 એપ્રિલના રોજ લગ્ન કરવા જઈ રહી છે. આઈએએસ પરીક્ષામાં ટૉપ કરનાર પહેલી એસસી મહિલા ટીના ડાબી બુધવારે જયપુરમાં એક ખાનગી સમારંભમાં ડૉક્ટર પ્રદીપ ગાવંડે સાથે લગ્ન કરશે. ટીના અને પ્રદીપે જયપુરની એક આલીશાન હોટલમાં પોતાના લગ્નના રિસેપ્શન માટે મહેમાનોને નિમંત્રણ મોકલ્યુ છે. ટીના ડાબી અને આઈએએસ અધિકારી પ્રદીપ ગાવંડેએ ઈન્સ્ટાગ્રામ પર 28 માર્ચ, 2022ના રોજ પોતાની સગાઈના ફોટા શેર કરીને પોતાના સંબંધને અધિકૃત બનાવ્યો હતો.

લગ્નની તૈયારીઓ જોરશોરમાં

લગ્નની તૈયારીઓ જોરશોરમાં

જયપુરની ફાઈવ સ્ટાર હોટલ, જ્યાં 22 એપ્રિલે લગ્નનુ રિસેપ્શન થવાનુ છે ત્યાંના કર્મચારીઓએ લગ્ન સમારંભના વિવરણ વિશે વધુ નથી જણાવ્યુ. જો કે, માનવામાં આવે છે કે ટીના ડાબી અને પ્રદીપ ગાવંડે પરિવાર બંનેની જોડીના આગામી વિવાહમાં ઉત્સાહિત છે. ભવ્ય સમારંભની તૈયારીઓ ચાલી રહી છે.

કેવી રીતે શરુ થઈ ટીના ડાબી અને પ્રદીપની લવ સ્ટોરી

કેવી રીતે શરુ થઈ ટીના ડાબી અને પ્રદીપની લવ સ્ટોરી

ટીના ડાબી અને પ્રદીપ ગાવંડે, બે આઈએએસ અધિકારી કોવિડ-19 મહામારી દરમિયાન એકબીજાને પહેલી વાર મળ્યા હતા. કોરોના લૉકડાઉન દરમિયાન ટીના ડાબી અને પ્રદીપ ગાવંડેને આપૂર્તિ સુનિશ્ચિત કરવાનુ કામ સોંપવામાં આવ્યુ હતુ. ઈંડિયા ટુડે સાથે વાત કરીને ટીના ડાબીએ જણાવ્યુ, 'અમે બંને કોરોના મહામારી દરમિયાન મળ્યા હતા. તેમણે(પ્રદીપ ગાવંડે) જ મને લગ્નનો પ્રસ્તાવ આપ્યો હતો અને મે તેમનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો હતો.'

ટીના અને પ્રદીપ બંને જયપુરમાં પોસ્ટેડ છે

ટીના અને પ્રદીપ બંને જયપુરમાં પોસ્ટેડ છે

2016ના રાજસ્થાન કેડરની અધિકારી ટીના ડાબી અને 2013 કેડરના પ્રદીપ ગાવંડે હાલમાં જયપુરમાં તૈનાત છે. ટીના ડાબી હાલમાં રાજસ્થાન સરકારમાં નાણા(કર)ના સંયુક્ત સચિવ છે. વળી, ડૉ. પ્રદીપ ગાવંડે રાજસ્થાનની રાજધાનીમાં પુરાતત્વ અને સંગ્રહાલયના નિર્દેશક તરીકે તૈનાત છે.

29 વર્ષની ટીના ડાબીના આ છે બીજા લગ્ન

29 વર્ષની ટીના ડાબીના આ છે બીજા લગ્ન

29 વર્ષની ટીના ડાબી જ્યાં બીજી વાર લગ્ન બંધનમાં બંધાવા જઈ રહી છે ત્યાં પ્રદીપ ગાવંડેના આ પહેલા લગ્ન હશે. જો કે, ઘણા મીડિયા રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રદીપના પણ આ બીજા લગ્ન છે. ટીના ડાબીના પહેલા લગ્ન કાશ્મીરના એક આઈએએસ અધિકારી અતહર આમિર ઉલ શફી ખાન સાથે થયા હતા. એપ્રિલ 2018માં ટીના ડાબી અને અતહર આમિર ખાને લગ્ન કર્યા હતા પરંતુ તેમના લગ્ન લાંબો સમય ચાલ્યા નહિ. આ જોડાએ ઓગસ્ટ 2021માં જયપુરની એક ફેમિલી કોર્ટમાં તલાક લઈ લીધા હતા.

ટીના અને પ્રદીપ વચ્ચે 13 વર્ષનો તફાવત

ટીના અને પ્રદીપ વચ્ચે 13 વર્ષનો તફાવત

પ્રદીપ ગવાંડે અને ટીના ડાબી વચ્ચે 13 વર્ષનો તફાવત છે. ટીના ડાબીથી પ્રદીપ 13 વર્ષ મોટા છે. ટીના ડાબીનો જન્મ 9 નવેમ્બર, 1993ના રોજ મધ્ય પ્રદેશના ભોપાલમાં થયો હતો. વળી, પ્રદીપ ગાવંડેનો જન્મ 9 ડિસેમ્બર, 1980ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો.

CM ગહેલોત પણ શામેલ થઈ શકે છે ટીના ડાબીના લગ્નમાં

CM ગહેલોત પણ શામેલ થઈ શકે છે ટીના ડાબીના લગ્નમાં

સૂત્રો મુજબ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ સહિત ઘણા પ્રમુખ નેતાઓ જયપુરમાં હાઈ-પ્રોફાઈલ લગ્નમાં શામેલ થવાની સંભાવના છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X