હનીપ્રીતની પોલીસ રિમાન્ડ 3 દિવસ લંબાવાઇ
હરિયાણા પોલીસ પંચકુલા કોર્ટ સામે હનીપ્રીતને રજૂ કરવાની સાથે તેના પોલીસ ડિમાન્ડ એક્સટેન્ડ કરવાની વિનંતી કરે એવી શક્યતા છે.
બળાત્કારના કેસમાં રામ રહીમ દોષી સાબિત થયા બાદ હરિયાણા અને પંજાબમાં હિંસા ભડકાવવાનો આરોપ હનીપ્રીત પર છે. રામ રહીમ જેલમાં બંધ થયા બાદ હનીપ્રીત લગભગ 38 દિવસો સુધી ફરાર રહી હતી, આખરે પોલીસના હાથે ઝડપાયા બાદ પોલીસે તેની પૂછપરછ શરૂ કરી હતી. જો કે, અત્યાર સુધીમાં હનીપ્રીત સાથેની પૂછપરછમાંથી પોલીસને કોઇ ખાસ કડી હાથ નથી લાગી. આથી પંચકૂલા કોર્ટમાં હનીપ્રીતને રજૂ કરવમાં આવી હતી. જેમાં કોર્ટે હનીપ્રીતને વધુ ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી છે. તે ઉપરાંત સુખદીપ કૌરને પણ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હનીપ્રીતના વ્યક્તિગત સચિવ રાકેશ અરોડાને પણ 14 દિવસ લિગલ કસ્ટડી પર મોકલવામાં આવ્યા છે.

પૂછપરછમાં નથી આપતી સહયોગ
પોલીસ હનીપ્રીતનું મોઢું ખોલાવવા માટે અન્ય આરોપીઓ સામે બેસાડી તેની પૂછપરછ કરે એવી શક્યતા છે. આ પહેલાં પોલીસે હનીપ્રીતને ડ્રાઇવર રાકેશની સામે બેસાડીને પૂછપરછ કરી હતી, જો કે એમાં પોલીસને ખાસ સફળતા નહોતી મળી. પોલીસ આ મામલે સુખદીપ કૌર સાથે પણ પૂછપરછ કરી ચૂકી છે. હનીપ્રીતની પૂછપરછ બાદ કમિશ્નર એસ.એસ.ચાવલાએ જણાવ્યું હતું કે, હનીપ્રીત પૂછપરછમાં બિલકુલ સહયોગ નથી આપી રહી, તે અમને ગોળ-ગોળ ફેરવે છે. પોલીસનો દાવો છે કે, અન્ય આરોપીઓની પૂછપરછમાં પંચકુલામાં થયેલ હિંસામાં હનીપ્રીતની સંડવોણી હોવાની વાત સામે આવી છે. આ મામલે પોલીસ દ્વારા અન્ય પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
