મદ્રાસ કોર્ટના ચુકાદા સામે કિરણ બેદીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
એલજી અને મુખ્યમંત્રી વચ્ચે અધિકારીની વહેંચણીના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
પુડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદી અને રાજ્યના મુખ્યમંત્રી નારાયણસામી વચ્ચે ટકરાવ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. એલજી અને મુખ્યમંત્રી વચ્ચે અધિકારીની વહેંચણીના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. વાસ્તવમાં મદ્રાસ હાઈકોર્ટે એલજી કિરણ બેદીના અધિકારો ઘટાડવા માટે ચુકાદો આપ્યો હતો જેની સામે કિરણ બેદીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

તમને જણાવી દઈએ કે મદ્રાસ હાઈકોર્ટે કિરણ બેદીને ઝટકો આપીને કહ્યુ હતુ કે કિરણ બેદી પાસે કેન્દ્ર શાસિત રાજ્યની દૈનિક ગતિવિધિમાં દખલ દેવાનો અધિકાર નથી. વાસ્તવમાં પુડુચેરીમાં મુખ્યમંત્રી નારાયણ સામી અને કિરણ બેદી વચ્ચે ઘણુ ઘમાસાણ મચ્યુ હતુ. ત્યાં સુધી કે મુખ્યમંત્રીએ ઉપ રાજ્યપાલના કાર્યાલયની બહાર ધરણા પણ કર્યા હતા. એવામાં અધિકારોની લડાઈ માટે આ મામલો કોર્ટ પહોંચ્યો હતો જેના પર સુનાવણી કરીને કોર્ટે કિરણ બેદીને મોટો ઝટકો આપ્યો છે.
નારાયણ સામીએ કિરણ બેદી પર આરોપ લગાવ્યો હતો કે તે ફાઈલોને આગળ નથી વધારી રહી. તમને જણાવી દઈએ કે કંઈક આ જ પ્રકારનો વિવાદ દિલ્લીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એલજી વચ્ચે છેલ્લા કેટલાક સમયમાં જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે મદ્રાસ હાઈકોર્ટે આ ચુકાદો કોંગ્રેસ ધારાસભ્ય લક્ષ્મી નારાયણની અરજી પર સુનાવણી કરીને આપ્યો છે. લક્ષ્મી નારાયણે 2017માં કોર્ટમાં એ અરજી દાખલ કરી હતી જેમાં તેમણે દૈનિક ગતિવિધિઓમાં એલજીના હસ્તક્ષેપ વિશે કોર્ટમાં અરજી કરી હતી. આ પહેલા મુખ્યમંત્રી નારાયણ સામીએ આરોપ લગાવ્યો હતો કે કિરણ બેદી કેન્દ્ર સરકારના ઈશારે રાજ્યની સરકારને પોતાનુ કામ નથી કરવા દેતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
