Video: રામલીલા કરતી વખતે 'હનુમાન'ને આવ્યો હાર્ટ એટેક, લાઈવ કેમેરા પર 'રામ' સામે થયુ મોત

Haryana News: હરિયાણાના ભિવાનીમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જેનો વીડિયો જોઈને લોકો વિશ્વાસ નથી આવતો. અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે ભિવાનીમાં રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ દરમિયાન 'હનુમાન'ને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું.

રામલીલામાં હનુમાનનું પાત્ર ભજવી રહેલા હરીશ મહેતાને સ્ટેજ શો દરમિયાન હાર્ટ એટેક આવ્યો અને તે અચાનક નીચે પડી ગયા. ત્યાં ઉભેલા લોકો આ દૂર્ઘટના સમજી શક્યા ન હતા. પરંતુ જ્યારે તે અચાનક બેભાન થઈ ગયા તો લોકો તેમને હૉસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમનું મોત નીપજ્યું.

hanuman heart attack

તપાસ બાદ ડૉક્ટરોએ જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. ભિવાનીના જવાહર ચોકમાં એક સામાજિક સંસ્થા દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન હનુમાનનું પાત્ર ભજવતા હરીશ મહેતા રામજી (રામનું પાત્ર)ના પગે પડ્યા હતા.

હરીશ કુમાર 62 વર્ષના હતા અને ભિવાનીની એમસી કોલોનીમાં રહેતા હતા. હરીશ કુમાર છેલ્લા 25 વર્ષથી ન્યૂ બાસુકીનાથ રામલીલા કમિટી ભિવાનીમાં હનુમાનનું પાત્ર ભજવી રહ્યા હતા. તેઓ વિજળી વિભાગમાં જેઈના પદ પરથી નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ પછી પણ તેઓ રામલીલાના મંચન સાથે જોડાયેલા હતા.

આ જ રામલીલામાં લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સુરેશ સૈનીએ મીડિયાને જણાવ્યું કે હરીશને બાળપણથી જ રામલીલામાં ભાગ લેવાનો શોખ હતો. આ કારણથી તેઓ રામલીલા સમિતિ સાથે જોડાયેલા હતા. તેમના આકસ્મિક અવસાનથી રામલીલાના દરેક સભ્ય દુખી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X