Haryana Election 2024 : કંગના રનૌતના આ નિવેદનો બીજેપીને હરિયાણા હરાવશે, કરી ચુકી છે મોટુ નુકસાન
Haryana Assembly Election 2024 : અભિનેત્રીમાંથી રાજનીતિમાં આવેલી કંગના રનૌત બીજેપી માટે માથાનો દુખાવો બની છે. કંગના રનૌતે હાલમાં જ ફાર્મર કાયદાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપીને બીજેપી માટે મુશ્કેલી વધારી છે.
જો કે તમને જણાવી દઈએ કે કંગના રનૌત તેના બકવાસ નિવેદનો માટે કુખ્યાત છે. તે એવા ઘણા નિવેદનો આપી ચુકી છે જે બીજેપીને હરિયાણામાંથી બહારનો રસ્તો દેખાડવા માટે પુરતા છે.

કંગના રનૌતે હાલમાં જ ત્રણ કૃષિ કાયદાઓને ફરીથી લાગુ કરવાની વાત કરીને મોટો વિવાદ કરી દીધો છે. આ નિવેદન બાદ બીજેપીએ તેનાથી કિનારો કરી લીધો છે.
કંગના રનૌતે 2020માં આંદોલનકારી ખેડૂતોના સપોર્ટમાં આવેલી એક વૃદ્ધાની સરખામણી શાહીન બાગના વિરોધનું નેતૃત્વ કરનાર બિલ્કિસ દાદી સાથે કરી હતી. કંગના રનૌતે કહ્યું હતું કે આ એ જ દાદી છે, જે ટાઈમ્સ મેગેઝીનના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ છે અને તે 100 રૂપિયામાં મળે છે.
કંગના રનૌતે રાહુલ ગાંધી પર પણ ટિપ્પણી કરતા જુલાઈ 2024માં સંસદના સત્ર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભગવાન શિવના ચક્રવ્યુહ અને મહાભારતની કથાનો ઉલ્લેખ કર્યો હતો. કંગના રનૌતે રાહુલ ગાંધી પર નિવેદન આપ્યું હતું કે તેઓ જે રીતે બકવાસ બોલે છે તેની તપાસ થવી જોઈએ કે તે કોઈ દવાઓ લે છે કે કેમ?
કંગના રનૌતે પણ શંકરાચાર્ય પર પણ બકવાસ કર્યો હતો. શંકરાચાર્યએ મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષોના વિઘટન અને એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા પછી લખ્યું હતું કે જો કોઈ રાજકારણી રાજનીતિ નહીં કરે તો શું તે ગોલગપ્પા વેચશે?
કંગનાએ આ મુદ્દા સાથે સંબંધિત એક પોસ્ટમાં લખ્યું કે શંકરાચાર્યજીએ મહારાષ્ટ્રના અમારા મુખ્યમંત્રી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરીને દેશદ્રોહી હોવાનો આરોપ લગાવીને ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. શંકરાચાર્યજી આવી નાની-નાની વાતો કરીને હિંદુ ધર્મની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યા છે.
કંગનાએ અન્ય એક નિવેદનમાં 2014 પછી દેશને વાસ્તવિક આઝાદી મળી હોવાનો બકવાસ કર્યો હતો. કંગના રનૌતે કહ્યું હતું કે ભારતને વર્ષ 1947માં ભીખ માંગીને આઝાદી મળી હતી અને દેશને વાસ્તવિક આઝાદી વર્ષ 2014માં મળી.
કંગના રનૌત અભિનેત્રીઓ વિશે પણ બકવાસ કરી ચુકી છે. એક નિવેદનમાં તાપસી પન્નુ અને સ્વરા ભાસ્કરને બી-ગ્રેડ અભિનેત્રી ગણાવી હતી. કંગના રનૌતની આ ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી.
જણાવી દઈએ કે, કંગનાના નિવેદનો તેના માટે થપ્પડ ખાવાનું કારણ પણ બન્યો છે. ખેડૂતની દિકરી અને CISF કોન્સ્ટેબલે તેના ખેડૂત વિરોધી નિવેદન માટે થપ્પડ મારી દીધી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
