Haryana CM : નાયબ સિંહ સૈની બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી બન્યા, જાણો કોને કોને મંત્રી પદ મળ્યા?

Haryana CM : હરિયાણા વિધાનસભા ચૂંટણી જીતનારી બીજેપીએ હરિયાણામાં સરકાર બનાવી દીધી છે. નાયબ સિંહ સૈનીએ અન્ય 13 મંત્રીઓ સાથે મુખ્યમંત્રી પદના શપથ લીધા.

હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે નાયબ સિંહ સૈની અન્ય મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. પંચકુલામાં શપથ ગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં નેતાઓ અને લોકો હાજર હતા.

Haryana CM

જણાવી દઈએ કે, નાયબ સિંહ સૈનીએ બુધવારે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. તે સર્વસંમતિથી ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા.

નાયબ સિંહ સૈનીના નામની દરખાસ્ત ધારાસભ્ય કૃષ્ણ કુમાર બેદી દ્વારા કરવામાં આવી હતી અને વરિષ્ઠ નેતા અનિલ વિજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો તરીકે બેઠકમાં હાજરી આપી હતી. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, રાવ ઈન્દ્રજીત સિંહ અને ધર્મેન્દ્ર પ્રધાન અને બીજેપી નેતા બિપ્લબ દેબ અને મોહન લાલ બડોલી પણ હાજર હતા.

નાયબ સિંહ સૈની સાથે શપથ લેનારા મંત્રીઓ
અનિલ વિજ
કૃષ્ણલાલ પંવાર
રાવ નરબીર
મહિપાલ ધાંધા
વિપુલ ગોયલ
અરવિંદ શર્મા
શ્યામસિંહ રાણા
રણવીર ગંગવા
કૃષ્ણ બેદી
શ્રુતિ ચૌધરી
આરતી સિંહ રાવ
રાજેશ નગર
ગૌરવ ગૌતમ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X