haryana assembly elections 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં દાવ પર છે 6 વાર મુખ્યમંત્રી દેનારા ચૌટાલા પરિવારની
haryana assembly elections 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. જેમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળશે. આમ આદમી પાર્ટી હરિયાણામાં તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
હરિયાણા વિધારસભા ચૂંટણી પર ચૌટાલા પરિવારની શાખ દાવ પર છે. ચૌટાલા પરિવારનો હરિયાણામાં ખૂબ જ ઊંડો રાજકીય આધાર ધરાવે છે. જોકે, વર્તમાન સમયમાં આ પરિવાર રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
ચૌટાલા પરિવાર સાથે જોડાયેલા બે રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે. જેમાં ભારતીય રાષ્ટ્રીય લોકદળ અને જનનાયક જનતા પાર્ટીનો સમાવેશ થાય છે. આ વખતે એક જ પરિવારના બે અલગ-અલગ પક્ષો બે અલગ-અલગ દલિત પક્ષો સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાના છે.
ચૌટાલા પરિવારનું એક સમયે હરિયાણાના રાજકીય ઈતિહાસમાં આગવું સ્થાન હતું. આ પરિવારની રાજકીય સફર કિંગ બનવાથી શરૂ થઈ અને પછી કિંગમેકરની ભૂમિકા ભજવી હતી, પરંતુ હવે એવો સમય આવી ગયો છે કે, INLD BSP અને JJP સાથે આઝાદ સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવી પડી રહી છે.
હરિયાણાના રાજકીય ઈતિહાસમાં અત્યાર સુધી 11 મુખ્યમંત્રી બની ચૂક્યા છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની હરિયાણાના 11મા મુખ્યમંત્રી છે. આ 11 મુખ્યમંત્રીઓમાંથી ચૌટાલા પરિવારને છ વખત મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું છે.
ચૌટાલા પરિવારના પ્રથમ રાજકીય અગ્રણી દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલ હતા, જેમને બે વખત હરિયાણાના મુખ્યમંત્રી બનવાની તક મળી હતી.
ચૌધરી દેવીલાલના બાદ તેમના પુત્ર ઓમ પ્રકાશ ચૌટાલાને ચાર પૂર્ણ મુદ્દત સુધી મુખ્યમંત્રીની ખુરશી પર રહેવાની તક મળી હતી, પરંતુ આ પરિવાર માટે પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે વર્તમાન હરિયાણા વિધાનસભાની ચૂંટણી મહત્વની બની ગઈ છે.

એક સમય હતો જ્યારે હરિયાણાની રાજનીતિમાં આ પરિવારનું એકતરફી વર્ચસ્વ હતું, આજે તેમને માયાવતી અને ચંદ્રશેખર જેવા દલિત નેતાઓનો સહારો લેવો પડી રહ્યો છે.
હરિયાણાના રાજકારણમાં ચૌટાલા પરિવારનું આ વર્ચસ્વ લગભગ વર્ષ 2000 સુધી યથાવત રહ્યું હતું. એ સમયે આ પરિવાર રાજ્યની રાજનીતિમાં અગ્રેસર જોવા મળી રહ્યો હતો.
જોકે, 2019ની વિધાનસભા ચૂંટણીમાં JJPને 10 બેઠકો મળી અને દેવીલાલના પૌત્ર દુષ્યંત ચૌટાલા લગભગ 5 વર્ષ સુધી કિંગમેકરની ભૂમિકા ભજવીને નાયબ મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા હતા.
INLD ની રચના ચૌધરી દેવીલાલે પોતે કરી હતી, જેમને ઘણી વખત રાજ્ય પર શાસન કરવાની તક મળી હતી.
2019ની ચૂંટણી પહેલા, તેમના એક પૌત્ર, અજય ચૌટાલા અને તેમના પુત્ર (દેવી લાલના પ્રપૌત્ર) દુષ્યંત ચૌટાલાએ INLD છોડીને JJP નામની નવી પાર્ટી બનાવી હતી.
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં INLD એ હરિયાણાની 10 માંથી 7 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા અને માત્ર 1.84 ટકા મતો જ મેળવી શક્યા હતા. જ્યારે જેજેપી તમામ 10 સીટો પર ચૂંટણી લડી હતી અને માત્ર 0.87 ટકા વોટ મળ્યા હતી.
ચૂંટણી નિષ્ણાતોનું માનવવામાં આવે તો, આ વખતની વિધાનસભા ચૂંટણીમાં હરિયાણામાં મોટાભાગની સીટો પર મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે, પરંતું INLD એ BSP અને JJP સાથે આઝાદ સમાજ પાર્ટી સાથે હાથ મિલાવીને સ્પર્ધામાં વધારો કર્યો છે.
આ ચૂંટણીમાં કેટલીક બેઠકો એવી છે કે, જ્યાં ચૌટાલા પરિવારના અલગ-અલગ સભ્યો અલગ-અલગ પાર્ટીઓમાંથી એકબીજાને પડકાર આપતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે રાનિયા અને ડબવાલીમાં, દેવીલાલ પરિવારના સભ્યો વિવિધ પક્ષોમાંથી એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે.
રાનિયામાં INLDએ દેવીલાલના પૌત્ર અર્જુન ચૌટાલાને ટિકિટ આપી છે, જ્યારે દેવીલાલના પુત્ર રણજીત ચૌટાલા JJP તરફથી તેમની સામે ચૂંટણી લડી રહ્યા છે.
જ્યારે ડબવાલીમાં દેવીલાલના પૌત્રો વચ્ચે ચૂંટણી જંગ ચાલી રહ્યો છે. દુષ્યંત ચૌટાલાના ભાઈ દિગ્વિજય ચૌટાલા જેજેપી તરફથી ચૂંટણી મેદાનમાં છે, તેમ INLDએ તેમની સામે આદિત્ય ચૌટાલાને મેદાનમાં ઉતાર્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
