જાતિવાદનું રાજકારણ કરે છે ભાજપ, હવે રાહુલ ગાંધી જ દેશની આશા

Haryana assembly election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે એટલે કે 5 ઓક્ટોબરના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે જોડતોડની રાજનીતિ ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટી છોડીને પૂર્વ સાંસદ અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા હતા.

ભારતીય જનતા પાર્ટી છોડ્યા બાદ અશોક તંવરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે તેમણે રાહુલ ગાંધીના ભારોભાર વખાણ કર્યા હતા. આ સાથે તેમણે ભાજપ પર ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.

સિરસાના પૂર્વ સાંસદ અશોક તંવરે જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા બાદ લોકોનો કોંગ્રેસ પાર્ટીમાં વિશ્વાસ વધ્યો છે, અને રાહુલ ગાંધી એક મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા છે. આ સાથે તેમણે ભાજપ પર ધર્મ અને જાતિની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

સાંસદ અશોક તંવરે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી સંવિધાનને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે, તેમણે ભારત જોડો યાત્રા દ્વારા દેશને દિશા આપી છે, કોંગ્રેસ જ્યારે મજબૂત હશે, ત્યારે જ દેશ આગળ વધશે.

આ સાથે તંવરે એમ પણ જણાવ્યું હતું કે, આખો દેશ ઇચ્છે છે કે, રાહુલ ગાંધી ભારતનું નેતૃત્વ કરે. તેમણે હરિયાણાના દલિતો અને પછાત લોકોને આવતીકાલે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરીને હરિયાણાને મજબૂત કરવા વિનંતી કરી હતી.

Haryana assembly election 2024

સાંસદ અશોક તંવરે આગળ જણાવ્યું કે, મારી રાજકીય કારકિર્દી કોંગ્રેસથી શરૂ થઈ. હું થોડા મહિના ભાજપ સાથે હતો, પરંતુ ત્યાંના બંધારણ અને બાબાસાહેબમાં વિશ્વાસ નથી. ભાજપમાં દલિત નેતાઓનો અને બંધારણમાં અનાદર થાય છે, આ સાથે દલિત નેતાઓના અધિકારો પણ છીનવાઈ રહ્યા છે.

અત્રે નોંધનીય બાબત છે કે, અશોક તંવર લોકસભા ચૂંટણી પહેલા જાન્યુઆરી મહિનામાં ભાજપમાં જોડાયા હતા. કારણ કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર હુડ્ડા સાથે તેમને મતભેદ થયો હતો.

અશોક તંવર સિરસાથી લોકસભા સાંસદ અને હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. વર્ષ 2019માં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. જે બાદ તેઓ આમ આદમી પાર્ટી અને પછીથી ભાજપમાં જોડાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X