Happy Birthday Kangana : આ બોલિવૂડ સ્ટારની જાની દુશ્મન છે કંગના રનૌત, સામે આવતા જ આગ લાગી જાય છે

બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વિન કંગના રનૌત આજે પોતાનો 36 મોં બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. કંગનાનું નામ આવતા જ ન ઈચ્છવા છતા વિવાદો યાદ આવી જાય છે. વિવાદો સાથે સાથે બોલિવૂડ સ્ટાર્સ સાથે તેના ઝઘડાને કારણે પણ ચર્ચામાં રહે છે. બોલિવૂડમાં ઘણા સ્ટાર એવા છે જેની સાથે તેનો 36નો આંકડો છે. આજે આપણે આ બોલિવૂડ સ્ટારની વાત કરીએ છીએ.

દીપિકા પાદુકોણ
બોલિવૂડમાં સામાન્ય રીતે સ્ટાર એકબીજા સાથે વિવાદોમાં ઉતરતા નથી. પરંતુ દીપિકા પાદુકોણ અને કંગના રનૌત વચ્ચે કોઈ સારૂ બોન્ડિંગ નથી. બન્ને એકબીજાની પાર્ટીઓમાં પણ આવતી નથી. બન્ને અંતર રાખીને ચાલે છે.

જાવેદ અખ્તર
જાવેદ અખ્તર અને કંગના રનૌત વચ્ચે જાની દુશ્મનો જેવી દુશ્મની છે. બન્ને વચ્ચે સોશિયલ મીડિયા પર ઘણી વખત મોટા વિવાદ થઈ ચુક્યા છે. હવે બન્ને એકબીજાનું મોઢુ જોવાનું પણ પસંદ કરતા નથી.

આલિયા ભટ્ટ
ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ વખતે આલિયા ભટ્ટ અને કંગના રનૌત ઈન્સ્ટાગ્રામ પર સામસામે આવી ગઈ હતી. કંગના રનૌતે ગંગુબાઈ કાઠિયાવાડીની આલોચના કરતા આલિયાએ તેને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો. ત્યારથી બન્ને વચ્ચે દુશ્મની છે.

ઋતિક રોશન
ઋતિક રોશન અને કંગના રનૌતના અફેરના સમાચારે બોલિવૂડમાં મોટો વિવાદ ઉભો કર્યો હતો. ક્યારેક એકબીજાને પસંદ કરતા કંગના અને ઋતિક હવે એકબીજાને જોવાનું પણ પસંદ નથી કરતા.

કરણ જોહર
બોલિવૂડના ટોપના ડિરેક્ટરોમાં સામેલ કરણ જોહર સાથે પણ કંગનાના સંબંધો સારા નથી. નેપોટિઝમ મુદ્દે બન્નેએ એકબીજા પર ઘણા પ્રહાર કર્યા હતા. જો કે બન્ને ઘણી વખત સાથે પણ જોવા મળ્યા છે.

સ્વરા ભાસ્કર
સ્વરા ભાસ્કર અને કંગના અવારનવાર ટ્વિટર પર બબાલ કરતી જોવા મળે છે. સ્વરા ભાસ્કર અને કંગનાનો ઝઘડો એટલો જાહેર છે કે બન્ને વચ્ચે સારા સંબંધોની કોઈ સંભાવના નથી.

દિલજીત દોસાંઝ
હાલમાં જ કંગનાએ ખાલિસ્તાન મુદ્દે દિલજીત દોસાંઝને ધમકી આપી હતી. કંગનાએ દિલજીત દોસાંઝ પર ખાલિસ્તાનને સપોર્ટ કરવાનો આરોપ લગાવ્યોછે. દિલજીત દોસાંઝે પણ તેને વળતો જવાબ આપ્યો હતો. આ પહેલા ખેડૂત આંદોલન વખતે પણ બન્ને સામસામે આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
