H3N2 Influenza Virus: એચ3એન2 ઈન્ફ્લુએંઝાથી દેશના આ બે રાજ્યોમાં 2 લોકોના મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, H3N2 વાયરસથી થતા ઈન્ફલ્યુએન્ઝાને કારણે બે લોકોના મોત થયા છે.

H3N2 Influenza Virus: H3n2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના ભારતમાં વધતા જતા કેસ વચ્ચે આ વાયરસના કારણે બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, H3N2 વાયરસથી થતા ઈન્ફલ્યુએન્ઝાને કારણે બે લોકોના મોત થયા છે. ટોચના સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ કે હરિયાણા અને કર્ણાટકમાં ચેપને કારણે એક-એક વ્યક્તિનુ મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં H3N2 વાયરસના લગભગ 90 કેસ નોંધાયા છે.
ઈન્ફ્લુએંઝાના વધતા કેસોથી લોકોમાં ચિંતા
છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં ફ્લૂના કેસ સતત વધી રહ્યા છે. મોટાભાગના ચેપ H3N2 વાયરસથી થાય છે, જેને 'હોંગકોંગ ફ્લૂ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં અત્યાર સુધી માત્ર H3N2 અને H1N1 ચેપ જ જોવા મળ્યા છે. બંને મૃત વ્યક્તિઓમાં કોવિડ જેવા લક્ષણો છે, જેણે વિશ્વભરમાં લાખો લોકોને ચેપ લગાવ્યો છે. રોગચાળાના બે વર્ષ પછી, ફ્લૂના વધતા કેસોએ ચિંતા વધારી છે.
માસ્ક પહેરવા માટે જાહેર કરવામાં આવી શકે છે આદેશ
કર્ણાટકના આરોગ્યમંત્રી કે સુધાકરે કહ્યુ હતુ કે રાજ્યમાં ઈન્ફલ્યુએન્ઝા A H3N2 વેરિઅન્ટ વાયરસના ચેપથી ગભરાવાની જરૂર નથી. તેમણે એમ પણ કહ્યુ હતુ કે લોકોને સાવચેત કરવા માટે ટૂંક સમયમાં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે અને તમામ હૉસ્પિટલોના આરોગ્ય કર્મચારીઓને ફરજિયાતપણે ફેસ માસ્ક પહેરવા માટે આદેશ જાહેર કરવામાં આવશે. સુધાકરે 6 માર્ચે કહ્યુ હતુ કે રાજ્યમાં 26 લોકોનો H3N2 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને આમાંથી બે કેસો બેંગલુરુના છે. તેમણે કહ્યુ કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને H3N2 વેરિઅન્ટથી વધુ જોખમ છે અને આ વાયરસ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ ચેપ લગાડે છે.
IMAએ પણ જાહેર કરી એડવાઈઝરી
તમને જણાવી દઈએ કે તે ઈન્ફલ્યુએન્ઝા A નો સબટાઈપ H3N2 વાયરસ છે, જેને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ પણ એક એડવાઈઝરી જાહેર કરી છે. આ રોગમાં તમને ખૂબ તાવ, સખત માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ગળામાં દુખાવો, તીવ્ર ઉધરસ, શરદી અને ફેફસામાં ભીડ જેવી સમસ્યાઓ થાય છે. જો તમને પણ આવા લક્ષણો દેખાય છે, તો ડૉક્ટરનો સંપર્ક કરો.
ઈન્ફ્લુએંઝા વાયરસનો ચેપ લાગે તો શું કરવુ
બને તેટલો આરામ કરો. પાણી પીતા રહો શરીરને હાઇડ્રેટ રાખવુ ખૂબ જ જરૂરી છે. બહારનો ખોરાક બિલકુલ ન ખાવો અને પ્રવાહી ખોરાક લો. તેનાથી તમને જલ્દી રાહત મળશે. આનાથી બચવા માટે, તમારે ફ્લૂની રસી લેવી જોઈએ, સાથે જ તેનાથી સંક્રમિત લોકોથી દૂર રહેવુ. તમારા હાથને સ્વચ્છ રાખો અને સામાજિક અંતરનુ પાલન કરો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
