સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો, 11 યુવતીઓ સહીત 15 ધરપકડ
ગુડગાંવ પોલીસે સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપારનો ધંધો ચલાવી રહેલા એક ગેંગનો ભાંડો ફોડી નાખ્યો છે. આ કાર્યવાહી માં 5 વિદેશી યુવતીઓ સહીત કુલ 11 યુવતીઓની પોલીસે ધરપકડ કરી છે.
ગુડગાંવ પોલીસે સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપારનો ધંધો ચલાવી રહેલા એક ગેંગનો ભાંડો ફોડી નાખ્યો છે. આ કાર્યવાહી માં 5 વિદેશી યુવતીઓ સહીત કુલ 11 યુવતીઓની પોલીસે ધરપકડ કરી છે. તેની સાથે પોલીસે 4 યુવકોની પણ ધરપકડ કરી છે. પોલીસ ટીમને ખાસ સૂચના હેઠળ આખી યોજના બનાવીને કાર્યવાહીને અંઝામ આપ્યો છે. હાલમાં પોલીસ પકડી લેવામાં આવેલા આરોપીની પૂછપરછ કરી રહી છે.

ગુડગાંવ પોલીસની મોટી કાર્યવાહી
આખો મામલો ગુડગાંવ સેક્ટર 29 માર્કેટનો છે, જ્યાં એક સ્પા સેન્ટર ખૂલેલું છે. પોલીસને જાણકારી મળી કે આ સ્પા સેન્ટરમાં દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારપછી પોલીસે નકલી ગ્રાહક મોકલીને આખા મામલાની તપાસ કરી. જયારે પોલીસ ટીમને પાક્કો વિશ્વાસ બેસી ગયો ત્યારે તેમને સ્પા સેન્ટરની આડમાં થઇ રહેલા આખા ખેલનો ભાંડો ફોડી નાખ્યો.

થાઈલેન્ડની 5 અને મણિપુરની 5 યુવતીઓની ધરપકડ
ગુડગાંવ પોલીસ પીઆરઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સ્પા સેન્ટરથી જેની ધરપકડ થયી છે તેમાં થાઈલેન્ડ ની 5 યુવતીઓ શામિલ છે. તેની સાથે સાથે 5 યુવતીઓ મણિપુર અને એક ઉત્તરપ્રદેશની યુવતી શામિલ છે. આ કાર્યવાહીમાં 4 યુવકો પણ પકડાઈ ગયા છે, જેમાંથી 2 ગ્રાહક હતા. આ ગ્રાહકોમાં એક વિદેશી યુવક પણ હતો.

પોલીસે આખો મામલો નોંધ્યો
પોલીસે જણાવ્યું કે તેમને આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધી લીધી છે. આ કાર્યવાહીમાં સ્પા સેન્ટરના મેનેજર અને હેલ્પરની પણ છાપામારી દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ પોલીસ ટીમે બે નાઈટ ક્લબમાં પણ છાપામારી કરી હતી. જ્યાં પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે જેમાં 2 યુવતીઓ પણ શામિલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
