ફિલ્મ અભિનેતા મહેશ બાબુના બેંક ખાતા ફ્રીઝ, 18.5 લાખનો ટેક્સ ન ચૂકવતા થઈ કાર્યવાહી
છેલ્લા કેટલાક સમયથી ટેક્સ સાથે જોડાયેલા કેસોમાં ફસાયેલા દક્ષિણ ભારતીય કલાકાર મહેશ બાબુની મુસીબતો હવે વધી ગઈ છે.
છેલ્લા કેટલાક સમયથી ટેક્સ સાથે જોડાયેલા કેસોમાં ફસાયેલા દક્ષિણ ભારતીય કલાકાર મહેશ બાબુની મુસીબતો હવે વધી ગઈ છે. ગુરુવારે જીએસટી વિભાગે તેમનું બેંક અકાઉન્ટ ફ્રીઝ કરી દીધુ. વાસ્તવમાં હૈદરાબાદ જીએસટી કમિશ્નર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ અનુસાર મહેશ બાબુએ વર્ષ 2007-08 દરમિયાન સર્વિસ ટેક્સ ચૂકવ્યો નથી. આ દરમિયાન તે બ્રાંડ એમ્બેસેડર પણ રહ્યા અને તેમણે ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યુ.

રિલીઝ અનુસાર તેમણે કુલ 18.5 લાક રૂપિયાનો જરૂરી ટેક્સ ભર્યો નથી. એવામાં જીએસટી વિભાગે ટેક્સ, ઈન્ટરેસ્ટ અને પેનલ્ટી સહિત 73.4 લાખ રૂપિયા વસૂલવા માટે તેમના એક્સિસ અને આઈસીઆઈસીઆઈ બેંક અકાઉન્ટને ફ્રીઝ કરી દીધા છે. જીએસટી વિભાગના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરવા પર પણ મહેશ બાબુને કોઈ પ્રકારની રાહત મળી નથી.
વિભાગના અધિકારીઓએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યુ કે અમે મહેશ બાબુના અકાઉન્ટને ફ્રીઝ કરીને પૈસા લેવાનું શરૂ કરી દીધુ છે. અમે અત્યાર સુધી તેમના એક્સિસ બેંક અકાઉન્ટમાંથી 42 લાખ રૂપિયા લઈ લીધા છે જ્યારે આઈસીઆઈસીઆઈમાંથી હજુ પૈસા લેવાના બાકી છે. તેમણે કહ્યુ કે જ્યાં સુધી બધી બાકીની રકમ વસૂલી નહિ લેવાય ત્યાં સુધી મહેશ બાબુ પોતાના ખાતાઓનો ઉપયોગ નહિ કરી શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
