ગાંધી પરિવારની SPG સુરક્ષા હટ્યા બાદ રાહુલ ગાંધીએ જવાનોનો આભાર માન્યો
ગાંધી પરિવારની SPG સુરક્ષા હટ્યા બાદ રાહુલ ગાંધીએ જવાનોનો આભાર માન્યો

ગૃહ મંત્રાલય દ્વારા 8મી નવેમ્બરે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા હટાવવાનો ફેસલો લીધો છે. જેના પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા એસપીજી જવાનોનો આભાર માન્યો. કેન્દ્ર સરકારના ફેસલાની થોડી કલાકો બાદ તેમણે ટ્વીટ કર્યું "એસપીજીના મારા તમામ ભાઈ બહેનોનો આભાર. આટલા વર્ષો સુધી તેમણે મારા અને મારા પરિવારની સુરક્ષા માટે રાત દિવસ કામ કર્યું. તમારી પ્રતિબદ્ધતા માટે આભાર. તમારા તરફથી સતત સમર્થન મળતું રહ્યું. આ સફર બહુ પ્રેમભર્યો રહ્યો."
અગાઉ કેન્દ્ર સરકારે શુક્રવારે મોટો ફેસલો લેતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની એસપીજી સુરક્ષા હટાવવાનો ફેસલો કર્યો છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ આખા ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા કવર આપવાનો ફેસલો લીધો હતો.
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ આખા ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા કવર અપાયું હતું
ખતરાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર સુરક્ષા કવર પ્રદાન કરે છે
શું હોય છે એસપીજી સુરક્ષા?
એસપીજી સૌથી ઉચ્ચ સ્તરની સુરક્ષા છે જે વર્તમાન પીએમ અને પૂર્વ પીએમ તથા તેમના પરિવારના સભ્યોને આપવામાં આવે છે. એસપીજી દેશના સૌથી બહાદુર જવાન કહેવાય છે. વિશેષ સુરક્ષા દળ (Special Protection Group- SPG) 2 જૂન, 1988માં ભારતની સંસદના એક અધિકારી દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે. એસપીજી વિશેષ સુરક્ષાબળોમાંથી એક છે. આ જવાનોની પસંદગી પોલીસ, પેરામિલિટ્રી ફોર્સથી કરવામાં આવે છે અને તે ગૃહ મંત્રાલયને આધિન હોય છે. એસપીજી દેશની સૌથી પ્રોફેશનલ અને અત્યાધુનિક હતિયારોથી સજ્જ સુરક્ષાબળોમાંની એક છે. જણાવી દઈએ કે ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હવે હટાવી લેવામાં આવી છે.
અન્ય કેટલા પ્રકારની હોય છે સુરક્ષા?
- Z- એસપીજી પછી આ બીજા લેવલની સિક્યોરિટી હોય છે. જેમાં 22 જવાન રહે છે. જેમાં 4થી 5 કમાંડો હોય છે. બાકીના તમામ દિલ્હી પોલીસ અથવા આઈટીબીપી અથવા સીઆરપીએફના જવાન રહે છે. જેમાં એક એસ્કોર્ટ કાર પણ હોય છે.
- Y આ ત્રીજા લેવલની સિક્યોરિટી હોય છે. જેમાં 11 પોલીસ પર્સનલ રહે છે. 1થી 2 કમાંડો રહે છે. અને બે પર્સનલ સિક્યોરિટી ઑફિસર પણ રહે છે.
- X- આ ચોથા લેવલની સિક્યોરિટી હોય છે. જેમાં 2 પોલીસ પર્સનલ રહે છે, જો કે આ સિક્યોરિટીમાં એકેય કમાંડો રહેતા નથી.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આખા પરિવારની એસપીજી સુરક્ષા હટાવવાને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. બીજી તરફ પાર્ટીના વિદ્યાર્થી સંગઠન એનએસયૂઆઈના કાર્યકર્તાઓએ ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ બહાર પ્રદર્શન કર્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
