ખેડૂતો માટે સારા સમાચાર : બહુ જલ્દી વિદાય લઈ રહ્યું છે ચોમાસું, જાણો શું કહ્યું હવામાન વિભાગે?
ગુજરાતમાં છેલ્લા રાઉન્ડના વરસાદ વચ્ચે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગનું માનીએ તો બહુ જલ્દી ચોમાસુ વિદાય લેવા જઈ રહ્યું છે.
દેશના ઘણા ભાગોમાં વરસાદને કારણે ખેડૂતોની સ્થિતી કફોડી બની છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમના ચોમાસાને કારણે દેશમાં તબાહીના મંજર જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે હવામાન વિભાવે ચોમાસાની વિદાયને લઈને મહત્વના સમાચાર આપ્યા છે.

હાલમાં જ હવામાન વિભાવે તેના એક નિવેદનમાં કહ્યું કે, દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી પાછું ફર્યુ છે. જો કે આ સ્થિતી 17 સપ્ટેમ્બરે જ સર્જાઈ જવી જોઈતી હતી.
હવામાન વિભાગ અનુસાર, આ વખતે તે આઠ દિવસના વિલંબથી ચોમાસુ પરત ફરી રહ્યું છે. હાલમાં ચોમાસુ પરત ફરત ફરવાથી ખેડૂતોને રાહત થશે. જેમ ચોમાસુ ખેંચાય તેમ ખેડૂતોને વધુ નુકસાન થાય છે.
સામાન્ય રીતે આપણા દેશમાં ચોમાસું 1 જૂનથી 15 ઓક્ટોબર સુધી ચાલે છે અને સપ્ટેમ્બરના મધ્યભાગથી ઉત્તર ભારતમાંથી તેના પાછા ફરવાની શરૂઆત થઈ જાય છે. આ વખતે ચોમાસાનું આગમન 8 જૂન એટલે કે આઠ દિવસ મોડું થયું છે. આ વખતે ચોમાસું પાછું ખેંચવામાં સતત 13મી વખત વિલંબ થયો છે. જો કે આ વખતે ચોમાસાની પેટર્નમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
આ વખતે ચોમાસું મોડું આવ્યું અને પછી જૂનના મધ્ય સુધી હિલચાલ એકદમ ધીમી રહી. આ પછી તુ જૂનના છેલ્લા સપ્તાહમાં તેણે ઝડપ પકડી અને તેના કારણે હિમાચલ, ઉત્તરાખંડ અને આસામમાં ભારે તબાહી જોવા મળી.
ચોમાસાના વરસાદને કારણે દિલ્હીમાં ઘણા વર્ષો બાદ યમુના નદી લાલ કિલ્લા સુધી પહોંચી. બીજી તરફ સમગ્ર યુપીના લોકો જુલાઈના અંત સુધી વરસાદ માટે તલપાપડ રહ્યા અને ત્યારપછી ઓગસ્ટમાં અહીં ભારે વરસાદ જોવા મળ્યો.
ઓગસ્ટના મધ્યથી વરસાદે વિરામ લેતા ભારે બફારાનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ ચોમાસું ફરી સક્રિય થયું હતું અને હજુ સુધી તે સક્રિય છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં સરેરાશ કરતા ઓછો વરસાદ થયો છે. આંકડા અનુસાર, ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 780.3 મીમી વરસાદ થયો છે, જ્યારે સામાન્ય વરસાદ 832.4 મીમી જોવા મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
