રાજનીતિમાંથી સન્યાસ લઈ શકે છે ગુલામ નબી આઝાદ, કહી આ વાત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે રાજનીતિમાંથી સન્યાસનો ઈશારો કર્યો છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે રાજનીતિમાંથી સન્યાસનો ઈશારો કર્યો છે. તેમણે રાજનીતિક પક્ષો પર આરોપ લગાવ્યો છે કે તે સમાજમાં ભાગલા પાડવાનુ કામ કરેછે. જ્યારે સિવિલ સોસાયટીનુ મુશ્કેલ સમયમાં ઘણુ મહત્વનુ યોગદાન હોય છે. તેમણે કહ્યુ કે હું ઘણીવાર એ વિચારુ છુ કે રાજનીતિમાંથી રિટાયર થઈને સમાજસેવામાં લાગી જઉ. સિવિલ સોસાયટીને લોકોને સંબોધિત કરીને આઝાદે કહ્યુ કે આપણે સમાજમાં બદલાવ લાવવાનો છે, ક્યારેક-ક્યારેક હું વિચારુ છુ અને કોઈ મોટી વાત નથી કે અચાનક તમે સમજો કે અમે રિટાયર થઈ ગયા અને સમાજ સેવામાં લાગી ગયા. તેમણે કહ્યુ કે હું રાજનીતિક ભાષણ નહી આપુ કારણકે ભારતમાં રાજનીતિ એટલી ગંદી થઈ ગઈ છે કે લોકોને ક્યારેક-ક્યારેક શંકા થાય છે કે આપણે માનવી પણ છે કે નહિ.

આઝાદે કહ્યુ કે રાજકીય પક્ષોના કામ રહે છે દરેક સમયે લોકોને જાતિ, ધર્મના નામે વહેંચવા. આ બધા પક્ષો કરે છે. વળી, સિવિલ સોસાયચટીને દિશા આપવાની છે, તેને વોટ આપવાથી કોઈ મતલબ નથી. આપણે પ્રેમથી રહીને પણ એ તો કરી શકીએ છીએ. આચાર્ય કૃપલાની અને તેમના પત્ની દિવસમાં અલગ પાર્ટી માટે કામ કરતા હતા પરંતુ રાતે મિસીઝ કૃપલાની જ જમવાનુ આપતા હતા. વળી, ઘર ચલાવતા હતા પરંતુ રાજકીય પાર્ટી અલગ છે. શું આપણે આ પોતાની પાર્ટીઓ સાથે ના કરી શકીએ. આપણે પોતાની પાર્ટીઓ આપણી પોત-પોતાની પાર્ટીને આપી દઈએ પરંતુ લગ્ન પ્રસંગ, મરવા-જીવવામાં આપણે એકઠા હોઈએ. એકબીજાના ઘરે આવીએ જઈએ. શું આપણે એકઠા આ ના કરી શકીએ. શું આ આપણા વિકાસનુ કામ નથી, શું ટેક્સ આપવો આપણુ કામ નથી, શું ઈન્ડસ્ટ્રી ના હોય તો આપણે સહુ ઉઠીને અવાજ ઉઠાવીએ આ અમારુ કામ નથી, અન્યાય થઈ જાય કોઈ પણ ધર્મ અને જાતિના લોકો સાથે શું આ આપણુ કામ નથી કે આપણે અન્યાય નહિ થવા દઈએ.
આવી જ એક ઘટના બની હતી કે ગુર્જર છોકરીનો રેપ થયો હતો અને તેને મારી દેવામાં આવી. જ્યારે તેને પકડીને લઈ ગયા તો રાજકીય પક્ષોએ તેને બચાવવાની કોશિશ કરી. પરંતુ હિંદુસ્તાન ઉભુ થયુ, હિંદુસ્તાનનો મુસલમાન નહિ કારણકે હિંદુસ્તાનના મુસલમાનોને ખબર જ નથી કે ગુર્જર મુસલમાન આદિવાસી હોય છે. ગુર્જર મુસલમાન આખા હિંદુસ્તાનમાં જમ્મુ કાશ્મીર અને અમેઠીમાં છે અને ક્યાંય નથી. દેશભરના હિંદુ, સિખ, ઈસાઈ તેમના માટે ઉભા થયા. જમ્મુ એવુ હોવુ જોઈએ, તે દલિત સાથે હોય, હિંદુ સાથે હોય, પંડિત સાથે હોય. જો માત્ર સિખ માટે સિખ ઉભા થશે તો કેટલા સિખ છે અહીં કોણ સાંભળશે તેમને. કોઈ મોટી વાત નથી કે તમે અચાનક સાંભળો કે અમે રિટાયર થઈ ગયા અને સમાજ સેવામાં લાગી ગયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
