સૌથી અમીર લોકસભા ઉમેદવાર બન્યા ગૌતમ ગંભીર, સંપત્તિ સાંભળીને ચોંકી જશો

ક્રિકેટરમાંથી નેતા બનેલા ગૌતમ ગંભીર લોકસભા ચૂંટણીમાં પૂર્વી દિલ્લીથી ભાજપના ઉમેદવાર છે. તેમના નામાંકન સમયે મળેલી તેમની કુલ સંપત્તિની માહિતી ચોંકાવનારી છે.

ક્રિકેટરમાંથી નેતા બનેલા ગૌતમ ગંભીર લોકસભા ચૂંટણીમાં પૂર્વી દિલ્લીથી ભાજપના ઉમેદવાર છે. તેમના નામાંકન સમયે મળેલી તેમની કુલ સંપત્તિની માહિતી ચોંકાવનારી છે. તેમની વાર્ષિક આવક 12 કરોડથી વધુ છે અને તેમની કુલ સંપત્તિ 147 કરોડની છે. આ સાથે જ તે લોકસભાના કુલ 349 ઉમેદવારોમાંથી સૌથી અમીર છે. વર્ષ 2017-18ના ઈનકમ ટેક્સ રિટર્નમાં તેમની વાર્ષિક આવક 12.40 કરોડ બતાવવામાં આવી છે.

ગૌતમ ગંભીર પાસે છે 147 કરોડની સંપત્તિ

ગૌતમ ગંભીર પાસે છે 147 કરોડની સંપત્તિ

ગૌતમ ગંભીરની કુલ સંપત્તિ 147 કરોડની છે. તેમની 12.40 કરોડની વાર્ષિક આવક તેમની પત્ની નતાશા ગંભીરે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરીને પોતાની આવક 6.15 લાખ રૂપિયા વાર્ષિક બતાવી છે. પૂર્વી દિલ્લીથી ગૌતમ ગંભીર સામે આમ આદમી પાર્ટીના આતિશી માર્લેનાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગૌતમ ગંભીર બાદ બીજા અમીર લોકસભા ચૂંટણી ઉમેદવાર મહાબલ મિશ્રા છે કે જે કોંગ્રેસ માટે પશ્ચિમી દિલ્લીથી ચૂંટણી લડી રહ્યા છે. મિશ્રાની કુલ સંપત્તિ 45 કરોડની છે. બીજા નંબરે હોવા છતાં પણ મિશ્રાની સંપત્તિ ગંભીરની સંપત્તિથી 102 કરોડ રૂપિયા ઓછી છે.

ગંભીર પાસે કેટલી ગાડીઓ

ગંભીર પાસે કેટલી ગાડીઓ

જાણીતા ક્રિકેટર રહી ચૂકેલ ગંભીર પાસે 5 કાર છે જ્યારે માત્ર એક બાઈક છે. ગંભીરે દિલ્લીના બારાખંબા રોડની મોડર્ન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. પરંતુ તે દિલ્લી યુનિવર્સિટીની હિંદુ કોલેજમાંથી પોતાનું સ્નાતક પૂરુ કરી શક્યા નથી.

કોંગ્રેસે પણ ઉભા કર્યા એક ખેલાડી

કોંગ્રેસે પણ ઉભા કર્યા એક ખેલાડી

જ્યાં ગૌતમ ભાજપ તરફથી ચૂંટણીમાં ઉભા રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે સાઉથ દિલ્લીમાંથી બોક્સર વિજેન્દ્ર સિંહને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે. વિજેન્દ્ર સિંહની કુલ સંપત્તિ 12.14 કરોડ છે. વિજેન્દ્ર 2008ના ઓલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ જીતી ચૂક્યા છે. તે આમ કરનાર પહેલા ભારતીય બૉક્સર છે. પૂર્વી દીલ્લીથી ગંભીર સામે કોંગ્રેસના અરવિંદર સિંહ લવલી અને આપથી અતિશી માર્લેના મેદાનમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X