ગેંગરેપ અને ઢોર માર બાદ રાજસ્થાનની યુવતી અડધા કિલોમીટર સુધી નગ્ન દોડતી રહી
ત્રણ પુરુષોએ એક સગીરા પર ગેંગરેપ કરી તેને ઢોર માર માર્યા બાદ સગીરા નગ્ન અવસ્થામાં લગભગ અડધા કિલોમીટર સુધી દોડતી રહી.
રાજસ્થાનના ભિલવાડા જિલ્લામાં સોમવારની સાંજે પુરુષોની વિકૃતિ અને બર્બરતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક ત્રણ પુરુષોએ એક યુવતી પર ગેંગરેપ કરી તેને ઢોર માર માર્યા બાદ યુવતી નગ્ન અવસ્થામાં લગભગ અડધા કિલોમીટર સુધી દોડતી રહી. રસ્તામાંથી પસાર થતા લોકોએ તેને બચાવી, તેને કપડા પહેરાવ્યા અને તેને તેના ઘર સુધી પહોંચાડી.

પોક્સો હેઠળ કેસ
પીડિતાની માતાએ આ અંગે કેસ નોંધાવ્યા બાદ પોલિસે ત્રણ પુરુષ નારાયણ ગુજ્જર, કૈલાશ કહર અને રાજુ કહરની આ કેસમાં ધરપકડ કરી છે. આ કેસ પોક્સો એક્ટ હેઠળ રજિસ્ટર કરવામાં આવ્યો છે.

નિર્જન વિસ્તારમાં ગેંગરેપ કરી ઢોર માર માર્યો
આ ઘટના ત્યારે બની જ્યારે પીડિતા યુવતી અને તેના મિત્રો મેળામાં જઈ રહ્યા હતા. એ જ સમયે આ ત્રણ પુરુષોએ દારૂ પીધેલી હાલતમાં તેમનો રસ્તો રોક્યો. સગીરાના મિત્રો ભાગવામાં સફળ રહ્યા પરંતુ આ ત્રણે પુરુષોએ સગીરાનુ અપહરણ કરી તેને નજીકના ખેતરમાં નિર્જન વિસ્તારમાં ખેંચી ગયા અને તેના પર ગેંગરેપ કર્યો. તેના બધા કપડાં ફાડી નાખ્યા અને તેને ખૂબ ઢોર માર માર્યો.

અડધા કિલોમીટર સુધી નગ્ન દોડતી રહી
સગીરા ગમે તેમ કરીને ભાગવામાં સફળ રહી અને નગ્ન અવસ્થામાં જ દોડતી રહી. ગભરાયેલી સગીરા લગભગ અડધા કિલોમીટર સુધી નગ્ન દોડતી રહી અને ત્યારબાદ રસ્તામાંથી પસાર થતા લોકોએ તેને બચાવી અને કપડા આપી ઘર સુધી પહોંચાડી.












Click it and Unblock the Notifications
