Gandhi Jayanti 2022 : વડાપ્રધાન મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીની આજે જન્મ જયંતિ છે. ગાંધી ગાંધી જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા.
Gandhi Jayanti 2022 : રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીની આજે જન્મ જયંતિ છે. ગાંધી ગાંધી જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા. રાજઘાટ પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને યાદ કરતા પૂષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડકે પણ રાજઘાટ પર પહોંચ્યા હતા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પણ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

મહાત્મા ગાંધીના વિચારોએ સમગ્ર દુનિયાને પ્રભાવિત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને યાદ કરતું એક ટ્વીટર પર વીડિયો શેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે,આ વર્ષે ગાંધી જયંતિ વધુ ખાસ છે. કારણ કે, આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ.
આપણે હંમેશા બાપુના સિદ્ધાંતો પરચાલતા રહેવું જોઇએ. આ સાથે હું દેશના લોકોને અપીલ કરું છું કે, તેઓ ખાદી ઉત્પાદનોનો મહતમ ઉપયોગ કરી ખાદીને પ્રોત્સાહન આપે.
આ સાથે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના વિચારોએ સમગ્ર દુનિયાને પ્રભાવિત કરી છે.
|
મહાત્મા ગાંધીએ અનેક વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર હોય કે નેલ્સન મંડેલા, દરેક વ્યક્તિએ પોતાનાજીવનમાં ગાંધીજીના વિચારો ઉતાર્યા છે. આ લોકોએ પોતાના લોકોને સમાનતાનો અધિકાર અપાવવા માટે એક લાંબી લડાઈ લડી છે.આદરણીય ગાંધી બાપુએ ખેડૂતો, ગામડાઓ, કામદારોના હક્કોનું રક્ષણ, સ્વચ્છતા, શિક્ષણમાં ફેલાવો જેવા અનેક વિષયો પર પોતાના વિચારોદેશવાસીઓ સમક્ષ રજૂ કર્યા છે, જેને આપણે ગાંધી ચાર્ટર તરીકે ઓળખીએ છીએ.
|
હું જે ખરીદી રહ્યો છું, તેનાથી મારા દેશના નાગરિકને ફાયદો થશે કે કેમ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ગાંધી બાપુની વિશેષતા એ હતી, લોકો સાથે જોડાઇ જવું અનેલોકોને તેમની સાથે જોડવા એ તેમના સહજ સ્વભાવમાં હતું. ગાંધી બાપુએ આપણને પ્રેરણાત્મક મંત્ર આપ્યો છે, અને આજે એ જ મંત્ર હુંતમને આપું છું કે, જ્યારે પણ તમને શંકા થાય, તમારો અહંકાર તમારા પર હાવી થવા લાગે, ત્યારે સૌથી ગરીબ વ્યક્તિને યાદ કરો અનેવિચારો કે તેનાથી તે વ્યક્તિને તમારા કામથી કે તમારા થકી કંઈપણ રીતે ફાયદો થશે કે કેમ? જ્યારે પણ આપણે કેટલીક ખરીદી કરીએત્યારે વિચાર કરો કે હું જે ખરીદી રહ્યો છું, તેનાથી મારા દેશના કોઈપણ નાગરિકને ફાયદો થશે કે કેમ. ગરીબમાં ગરીબને ફાયદો થાય તોમારી ખુશી વધુમાં વધુ હશે.

સફાઇ કરશો તો તમને આઝાદી મળશે
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ગાંધીજીએ કહ્યું હતું કે, સફાઇ કરશો તો તમને આઝાદી મળશે, પરંતુતેનાથી ભારતને પણ આઝાદી મળી ગઇ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
