બેંગ્લોર એરપોર્ટ પર શરૂ થશે ફ્લાઈંગ ટેક્સી સર્વિસ, જાણો ભાડું
Flying taxi service: વર્તમાન સમયમાં મેગા સિટીમાં સૌથી વિકરાળ પ્રશ્ન ટ્રાફિક સમસ્યાનો છે. જે કારણે નવી ટેકનોલોજીની તાતી જરૂરીયાત ઉભી થઈ છે.
આવામાં બેંગ્લોરમાં ગંભીર ટ્રાફિકની સમસ્યાને કારણે લાંબા જામ જોવા મળે છે. જે કારણે કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દ્વારા મુસાફરો માટે ફ્લાઇંગ ટેક્સી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બેંગ્લોર એરપોર્ટે સરલા એવિએશનના સહયોગથી આ ફ્લાઈંગ ટેક્સી સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલથી શહેરમાં પહોંચવા માટે મુસાફરીનો સમય ઘટશે અને ટ્રાફિકમાં મોટો ઘટાડો થશે. આ સેવા શરૂ કરવાનો હેતુ બેંગ્લોરમાં વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવાનો પણ છે.
2025માં શરૂ થનારી આ સેવા શહેરના ટ્રાફિકની સમસ્યાને હલ કરવા અને કનેક્ટિવિટી વધારવાના પ્રયાસોમાં એક નવા યુગની શરૂઆત કરશે. ઈલેક્ટ્રિક ફ્લાઈંગ ટેક્સીની સેવા શરૂ થયા બાદ બેંગ્લોર શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ઘણી હદે હલ થઈ જશે.

સરલા એવિએશને ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ એરક્રાફ્ટને રોલ આઉટ કરવા માટે બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ સાથે હાથ મિલાવ્યા છે.
સરલા એવિએશનના સહ-સ્થાપક અને સીઈઓ એડ્રિયન સ્મિથે જણાવ્યું હતું કે, બેંગ્લોરના વ્યસ્ત ઈન્દિરાનગરથી કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધીની સફર, જે લગભગ દોઢ કલાક લે છે, તે ફ્લાઈટ ટેક્સી દ્વારા માત્ર પાંચ મિનિટની થઈ જશે.
તેથી ઈલેક્ટ્રિક ફ્લાઈંગ ટેક્સીઓનું લોન્ચિંગ એક માઈલસ્ટોન સાબિત થશે. સરલા એવિએશનના જણાવ્યા અનુસાર આ ફ્લાઈંગ ટેક્સી 19 મિનિટમાં 52 કિલોમીટરનું અંતર કાપશે.
આ લગભગ ત્રણ કલાકની મુસાફરીથી ઘણી દૂર છે જેનો મુસાફરો હાલમાં પીક ટ્રાફિક અવર્સ દરમિયાન સામનો કરે છે. ઈલેક્ટ્રોનિક ફ્લાઈંગ ટેક્સીઓનું સૂચિત ભાડું 1,700 રૂપિયા હશે.












Click it and Unblock the Notifications
