Farmers Protest: ખેડૂતના મોત માટે SKMએ સરકારને ગણાવી જવાબદાર, હરિયાણામાં આજે રસ્તા બ્લૉક
Farmers Protest: પંજાબ અને હરિયાણાના ખેડૂતો એમએસપી અને અન્ય માંગણીઓને લઈને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન, ખનૌરી બોર્ડર પર અથડામણમાં 21 વર્ષીય પ્રદર્શનકારી ખેડૂતનું મોત થયું છે. અને 12 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. જે બાદ ખેડૂત નેતાઓએ 2 દિવસ માટે 'દિલ્હી ચલો' કૂચ રોકી દીધી છે.
રાજીન્દ્રા હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ એચએસ રેખીએ જણાવ્યું હતું કે મૃતક પ્રદર્શનકારી ખેડૂતની ઓળખ શુભકરણ સિંહ તરીકે થઈ છે, તેનું માથામાં ઇજાના કારણે મૃત્યુ થયું હતું. ખેડૂતોનો દાવો છે કે યુવાન ખેડૂતનું મોત પોલીસ સાથેના ઘર્ષણમાં થયું હતું.

વિરોધ કરી રહેલા ખેડૂતોના મૃત્યુથી પહેલેથી જ તંગ પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે અને વિરોધ પક્ષના નેતાઓએ વિરોધ પ્રદર્શનના કથિત ગેરવહીવટ અંગે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે.
Farmers Protest: ખેડૂતોના આંદોલન પર મોટી અપડેટ્સ
સંયુક્ત કિસાન મોરચા (SKM) એ શુભકરણ સિંહના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને આરોપ લગાવ્યો કે "વર્તમાન સંકટ અને જાનહાનિ માટે સરકાર જ જવાબદાર છે". ખેડૂતોના સંગઠને પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે આજે એટલે કે 22 ફેબ્રુઆરીએ તેની રાષ્ટ્રીય સંકલન સમિતિ અને મહાસભાની બેઠક બોલાવી છે.
ભારતીય કિસાન યુનિયન (ચારુની)ના સભ્યોએ આજે દત્ત સિંહવાલા-ખનૌરી બોર્ડર પર એક ખેડૂતના મૃત્યુના વિરોધમાં સમગ્ર હરિયાણાના મુખ્ય રસ્તાઓને બે કલાક માટે બ્લૉક કરવાની યોજના બનાવી છે. યુનિયનના વડા ગુરનામ સિંહ ચારુનીએ વિરોધીઓને અધિકારીઓ સાથે મુકાબલો ટાળવા કહ્યું છે.
હરિયાણા પોલીસે જણાવ્યું હતું કે ખનૌરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોએ મરચાંના પાવડર સાથે ભૂસામાં આગ લગાવી હતી અને સુરક્ષા દળો પર પથ્થરો અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. AIG (વહીવટ) મનીષા ચૌધરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલામાં 12 પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને મરચાંવાળા ઝેરી ધુમાડાને કારણે પોલીસકર્મીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને દૃશ્યતા ઓછી થઈ હતી.
ખેડૂતોના વિરોધને કારણે ચંદીગઢ અને દિલ્હી વચ્ચેનો વાહનવ્યવહાર ભારે ખોરવાઈ રહ્યો છે. જેના કારણે વાહનવ્યવહારના પડકારો ઉભા થયા છે. 13 ફેબ્રુઆરીથી રોડ બ્લૉકને કારણે, 25 ફેબ્રુઆરી સુધી ટ્રેનો સંપૂર્ણ બુક થઈ ગઈ છે, જેના કારણે મુસાફરોને ફ્લાઈંગ જેવા મોંઘા વિકલ્પો પર વિચાર કરવાની ફરજ પડી છે, જેમાં ભાડા સામાન્ય સ્તર કરતા ચાર ગણા વધી ગયા છે.
MSPને લઈને ખેડૂતોના વિરોધ વચ્ચે સરકાર સાથેની તેમની ચોથા રાઉન્ડની વાતચીત અનિર્ણિત રહી. આ બેઠકમાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. તેમજ સરકાર દ્વારા એમએસપીને લઈને કરાયેલા પ્રસ્તાવોને ખેડૂત સંગઠનોએ ફગાવી દીધા છે.
આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતોને પાંચમા રાઉન્ડની વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે તેનો ઉકેલ વાતચીતથી જ આવશે. અર્જુન મુંડાએ ખેડૂત સંગઠનોને ચાલુ સંવાદ પ્રક્રિયામાં ભાગ લેવાની અપીલ કરી, કારણ કે આના દ્વારા જ કાયમી ઉકેલ મળી શકે છે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે સતત વાતચીત દ્વારા જ ઉકેલ શોધી શકાય છે. અમે હંમેશા વાટાઘાટો કરવા તૈયાર છીએ. ખેડૂતો માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે. હું ખેડૂતોના સંગઠનને અપીલ કરું છું કે તમામ મુદ્દાઓનો કાયમી ઉકેલ શોધવા માટે વાતચીત દ્વારા આગળ વધે.
કૃષિ મંત્રી મુંડાએ કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. તેમણે ખેડૂતોને મંત્રણાના પાંચમા રાઉન્ડ માટે આમંત્રણ આપ્યું હતું અને મંત્રણા દ્વારા ઉકેલ શોધવા વિનંતી કરી હતી.
અર્જુન મુંડાએ કહ્યું કે અમે MSP, પાક વૈવિધ્યકરણ, પરાલીનો મુદ્દો, FIR જેવા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ. હું ફરીથી ખેડૂત નેતાઓને ચર્ચા માટે આમંત્રિત કરું છું. તેમણે કહ્યું કે હું તેમને શાંતિ જાળવવાની અપીલ કરું છું અને આપણે વાતચીત દ્વારા ઉકેલ શોધવો જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
