Farmers Protest: આખરે દિલ્હી તરફ ફરી કેમ કૂચ કરી રહ્યા છે ખેડૂતો?
Farmers 'Delhi Chalo' Protest: 13 ફેબ્રુઆરીએ ખેડૂતોના દિલ્લી ચલો અભિયાનને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈ એલર્ટ પર છે. લગભગ 200 ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીએ 'દિલ્હી ચલો' અભિયાનની જાહેરાત કરી છે, જેના સંદર્ભમાં પંજાબ, હરિયાણા અને દિલ્લી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી પણ જાહેર કરી છે.
ખેડૂતોના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર છે અને દિલ્હીની તમામ સરહદો પર કડક સુરક્ષા રાખવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા ટિકરી બોર્ડર પર પહોંચ્યા હતા.

વાસ્તવમાં, સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિતના ખેડૂત સંગઠનોએ વિવિધ માંગણીઓ, ખાસ કરીને કેન્દ્ર સરકાર પર પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) સુનિશ્ચિત કરવા માટે કાયદો ઘડવા દબાણ કરવા માટે કૂચનું આહ્વાન કર્યું છે.
રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ માટે 200થી વધુ ખેડૂત સંગઠનો દ્વારા તેમની કૃષિ પેદાશોના વળતરકારક ભાવના વિલંબિત મુદ્દાને લઈને આ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. આ ઉત્તર પ્રદેશના ખેડૂતો દ્વારા નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસવે પર એક ધરણા પ્રદર્શન બાદ થયુ કારણ કે પોલીસે તેમની દિલ્હી તરફની વિરોધ કૂચને રોકી દીધી હતી, પરિણામે મોટા પ્રમાણમાં ટ્રાફિક અવ્યવસ્થા સર્જાઈ હતી.
એસકેએમ (બિન-રાજકીય) નેતા જગજીત સિંહ દલ્લેવાલે જણાવ્યું હતું કે ખેડૂતોને દિલ્હી તરફ જવાની ફરજ પડી હતી કારણ કે કેન્દ્ર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં આવી ન હતી. તેમણે કહ્યુ કે, "અમે વાતચીત માટે તૈયાર છીએ અને ક્યારેય વાતચીતથી ભાગીશું નહીં. સરકારે MPS પર કાનૂની ગેરંટી અને હવે નાબૂદ કરાયેલા કૃષિ કાયદા સામેના આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવાનું વચન આપ્યું હતું.''
હરિયાણા અને દિલ્હીમાં સત્તાવાળાઓ દ્વારા ખેડૂતોને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા અટકાવવાનાં પગલાં વચ્ચે, કેન્દ્રએ તેમને તેમની માંગણીઓ પર ચર્ચા કરવા માટે આજે એક બેઠક યોજવા આમંત્રણ આપ્યું છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને યુપીના વિરોધ કરી રહેલા ખેડૂતો જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી દિલ્હીની સરહદો પર બેસી રહે તેવી શક્યતા છે.
'દિલ્હી ચલો' કૂચને ધ્યાનમાં રાખીને રવિવારે ઉત્તર-પૂર્વ દિલ્હી જિલ્લામાં મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂકતા પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા હતા. ઉત્તર-પૂર્વ દિલ્હીના ડીસીપી જોય તિર્કીએ જણાવ્યું હતું કે, "કોઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ભંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં."
હરિયાણા સત્તાવાળાઓએ પંજાબ સાથેની રાજ્યની સરહદને સીલ કરી દીધી છે, કોંક્રિટ બ્લૉક્સ, રેતીની થેલીઓ, કાંટાળા તાર અને હુલ્લડ વિરોધી વાહનોને રસ્તા પર મૂકી દીધા છે. પોલીસે ગામડાઓ અને ખાપ પંચાયતોના સરપંચો સાથે બેઠકો પણ યોજીને તેમને માર્ચમાં ભાગ ન લેવા જણાવ્યું હતું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
