પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડવા કર્યા બાદ પણ મોદી સરકાર પર વરસી પ્રિયંકા ગાંધી
દિવાળીના અવસર પર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને નવા ભાવ આજથી જ લાગુ થશે.
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીના અવસર પર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને નવા ભાવ આજથી જ લાગુ થશે. મોદી સરકારના આ નિર્ણય પર કટાક્ષ કરતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, સરકારે ડરના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. એક ટ્વિટમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, 'આ નિર્ણય હૃદયથી નહીં પણ ડરથી લેવામાં આવ્યો છે. વસુલાત સરકારને આવનારી ચૂંટણીમાં આ લૂંટનો જવાબ મળશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં ઈંધણના ભાવમાં ભારે વધારો થયો છે. ઘણા રાજ્યોમાં પેટ્રોલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. કોરોનાના સમયગાળા દરમિયાન તેલની વધતી કિંમતોએ સામાન્ય માણસની કમર તોડવાનું કામ કર્યું હતું, પરંતુ હવે સરકારે કિંમતો ઘટાડવાનો નિર્ણય લીધો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 110 રૂપિયાથી ઘટીને 105 રૂપિયા અને ડીઝલ 98 રૂપિયાથી ઘટીને 88 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે. કેન્દ્રએ રાજ્યોને દરોમાં વધુ ઘટાડો કરવા વિનંતી કરી છે, જેના પગલે ઘણા રાજ્યોએ ઈંધણના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
|
સુરજેવાલાએ તેને જુમલાનોમિક્સ ગણાવ્યું
આ પહેલા કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા અને તેને જુમલાનોમિક્સ ગણાવી હતી. સુરજેવાલાએ ટ્વીટ કર્યું,'પહેલા 2021માં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 28 અને 26 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરો અને પછી તેમાં 5 અને 10 રૂપિયાનો ઘટાડો કરો, જો તે દિવાળીની ભેટહોય.'

તેલની વધતી કિંમતો પર વિપક્ષ કરી રહ્યો છે સતત પ્રહાર
ઉલ્લેખનીય છે કે, તેલની વધતી કિંમતોને લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર સતત પ્રહાર કરી રહ્યો છે. પરિણામે સરકારે દબાણમાં આવીને આ નિર્ણય લેવો પડ્યો હતો.
આવા સમયે વિપક્ષ સરકારના આ નિર્ણયને ચૂંટણી સ્ટંટ ગણાવી રહ્યો છે. આ સિવાય વિપક્ષનું કહેવું છે કે, કેટલાક રાજ્યોમાં તાજેતરમાં થયેલી પેટા ચૂંટણીનાપરિણામોએ કેન્દ્રને હચમચાવી નાખ્યું છે, જેના કારણે સરકારે આ નિર્ણય લેવો પડ્યો હતો.
|
અશોક ગેહલોતે કરી વધુ ઘટાડાની માગ
બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેન્દ્ર સરકારને એક્સાઈઝ ડ્યુટીમાં વધુ ઘટાડો કરવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે, કેન્દ્ર દ્વારા એક્સાઈઝડ્યુટીમાં ઘટાડા સાથે રાજ્યો દ્વારા વસૂલવામાં આવતો વેટ આપોઆપ સમાન પ્રમાણમાં ઘટે છે. અમે માગ કરીએ છીએ કે, કેન્દ્રએ મોંઘવારી ઘટાડવા માટે એક્સાઈઝડ્યુટીમાં વધુ ઘટાડો કરવો જોઈએ.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
