ઓડિયા ન્યૂઝ પેપર સંવાદની ઓફિસ પર EOW ના દરોડા, સૌમ્ય રંજન પર 50 કરોડની છેત્તરપિંડીનો આરોપ
ઓડિશાની નવીન પટનાયક સરકાર પર આકરા સવાલો કરનારા સૌમ્ય રંજનની મુશ્કેલીઓ વધી રહી છે. ઇકોનોમિક ઓફેન્સીસ વિંગે સૌમ્ય રંજન દ્વારા સંચાલિત અખબાર સંવાદની ઓફિસ પર દરોડા પાડ્યા છે.
અહેવાલો અનુસાર, EOW અને કમિશનરેટ પોલીસની ત્રણ ટીમો સંયુક્ત રીતે ભુવનેશ્વરના રસુલગઢ ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત સંવાદ હેડ ઓફિસ પહોંચી છે અને દસ્તાવેજો, બેંક પાસબુક અને વ્યવહારોની તપાસ કરી રહી છે.

છેલ્લા સમાચારો અનુસાર, દરોડાની કાર્યવાહી ચાલુ છે. પૂર્વ કર્મચારીની ફરિયાદના આધારે આ દરોડો પાડવામાં આવ્યા છે.
ઓડિશા પોલીસની આર્થિક અપરાધ શાખાએ સોમવારે લોનની છેતરપિંડીના આરોપ અંગે એક નિવેદન જારી કર્યુ છે. આ નિવેદનમાં કહેવાયુ છે કે, અખબારના ભૂતપૂર્વ કર્મચારી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ IPC ની કલમ 506, 467, 468, 471, 420 અને 120B હેઠળ નોંધાયેલા કેસના આધારે દરોડા પાડવામાં આવ્યા છે.
EOW ના જણાવ્યા અનુસાર, ઘણા કર્મચારીઓને વ્યક્તિગત લોન લેવાની ફરજ પાડવામાં આવી હોવાના આરોપો પર પણ કેસ નોંધવામાં આવ્યો છે. અખબારના સંપાદક અને ધારાસભ્ય સૌમ્ય રંજન પટનાયક, એચઆર હેડ બૈજયંતિ કર અને અન્યો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
ફરિયાદી અસીમ મહાપાત્રાનો આરોપ છે કે, આરોપીઓએ તેમની ઇચ્છા વિરુદ્ધ ખાલી લોન ફોર્મ પર સહી કરવા દબાણ કર્યું અને તેને ધમકી આપવામાં આવી કે જો તે સૂચનાનું પાલન નહીં કરે તો તેની નોકરી છીનવી લેવાશે. બાદમાં ફરિયાદીને જાણવા મળ્યું કે તેના નામે 5 લાખ રૂપિયાની લોન લેવામાં આવી પરંતુ તેનો ઉપયોગ અખબારે કર્યો.
EOW એ આગળ જણાવ્યું કે, તેમણે કેટલાક ગુનાહિત દસ્તાવેજો એકત્ર કર્યા છે અને તપાસ દરમિયાન કેટલાક સાક્ષીઓની તપાસ કરી છે. અત્યાર સુધીમાં સંસ્થાના 15-20 કર્મચારીઓ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેમના નામે બળજબરીથી લોન લેતા હોવાની ફરિયાદો સામે આવી છે.












Click it and Unblock the Notifications
