CM કેજરીવાલ સામે સમાચારો પ્લાન્ટ કરી રહી છે તપાસ એજન્સીઓ, ઈડી અને સીબીઆઈ ભાજપના ગુંડાઃ આતિશીનો દાવો
Arvind Kejriwal news: લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સ બાદ હવે આમ આદમી પાર્ટીએ EDના નિવેદનો સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. આ સાથે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ ED પર આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય તપાસ એજન્સીનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે.
આતિષીએ કહ્યું કેવો સમય છે! દેશની તપાસ એજન્સીઓ સમાચારો પ્લાન્ટ કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ EDએ મીડિયામાં નિવેદન આપ્યું છે. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ED અને CBI ભાજપના ગુંડા બની ગયા છે.

આ સાથે તેમણે કહ્યું કે તપાસ એજન્સીઓ પાસે કોઈ પુરાવા નથી, તેમ છતાં ED કેજરીવાલને સમન્સ પાઠવ્યા બાદ સમન્સ મોકલી રહી છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ એમ પણ કહ્યું કે, "અરવિંદ કેજરીવાલને સમન્સ પર હાજર થવાનુ હોય કે ના હોય, જ્યારે ED પોતે જ આ મામલાને કોર્ટમાં લઈ ગઈ છે અને કોર્ટનો નિર્ણય આવે તે પહેલા જ અધીર થઈ ગઈ છે. સચ્ચાઈ તો એ છે કે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલથી ડરે છે. આ જ કારણ છે કે તેઓ તેમના ચૂંટણી પ્રચારને રોકવા માંગે છે."
આ દરમિયાન, AAP નેતા અને ધારાસભ્ય દિલીપ પાંડેએ કહ્યું કે મુખ્યમંત્રી ED સમન્સનો જવાબ આપી રહ્યા છે અને તપાસ એજન્સીએ પોતે આ મામલે કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે કહ્યું કે સીએમે કહ્યું હતું કે બજેટ સત્ર પૂરું થયા પછી તેઓ કોર્ટમાં હાજર થશે. તાજેતરની નોટિસ લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને કેન્દ્ર સરકારની હતાશા દર્શાવે છે. આપ નેતાએ કહ્યું કે આપની કાનૂની ટીમ સમન્સની તપાસ કરી રહી છે અને યોગ્ય જવાબ આપવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
