કોરોના કાળમાં 3000 બાળકો અનાથ થયાં, 26000 બાળકોએ માતા-પિતા ગુમાવ્યા
કોરોના કાળમાં 3000 બાળકો અનાથ થયાં, 26000 બાળકોએ માતા-પિતા ગુમાવ્યા
કોરોના મહામારીએ હજારો લોકોના જીવ ભરખી લીધા. નેશનલ કમીશન ફૉર ચાઈલ્ડ રાઈટ તરફથી સુપ્રીમ કોર્ટમાં જે સપથ પત્ર દાખલ કરવામાં આવ્યો છે તે મુજબ પાછલા વર્ષે એક એપ્રિલથી 5 જૂન વચ્ચે દેશમાં 3621 બાળકો કોરોનાના કારણે અનાથ થયા છે, જ્યારે 26176 બાળકોએ પોતાના માતા અથવા પિતાને ગુમાવ્યા છે. કમીશન તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું કે બાળકોના માતા-પિતાના મોત માત્ર કોરોના કારણે જ નથી થયાં, તેમનાં મૃત્યુ અન્ય કારણોથી પણ થયું છે.

30071 બાળકોની દેખભાળની જરૂરત
કમીશન તરફથી કહેવામાં આવ્યું કે 30071 બાળકોની દેખભાળની જરૂરત છે, જેમાં 15620 છોકરા, 14447 છોકરીઓ અને ચાર ટ્રાન્સજેન્ડર છે. જેમાં મોટાભાગના બાળકોની ઉંમર 8થી 13 વર્ષની છે. 13 વર્ષથી ઓછી ઉંમરના બકુલ 11815 બાળકો છે જ્યારે 5107 બાળકોની ઉંમર 4થી 7 વર્ષની છે. આ આંકડો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ તરફતી એનસીપીસીઆરની બાળ સ્વરાજ પોર્ટલ પર કોર્ટના હાલના આદેશ બાદ અપલોડ કરવામાં આવ્યા હતા.

વિવિધ રાજ્યોના આંકડા
વિવિધ રાજ્યોની વાત કરીએ તો સૌથી વધુ મહારાષ્ટ્રમાં 7084 બાળકો છે જેમની દેખરેખની જરૂરત છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 3172 બાળકો, રાજસ્થાનમાં 2481 બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યા. હરિયાણામાં 2437 બાળકો, મધ્ય પ્રદેશમાં 2243 બાળકો અને કેરળમાં 2002 બાળકોની દેખભાળની જરૂરત છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 28 મેના રોજ 2020 બાદ અનાથ થયેલા બાળકોનો આંકડો જાહેર કરવા કહેવામાં આવ્યું હતું. કમિશને 31 મેના રોજ કોર્ટમાં શપથ પત્ર દાખલ કર્યું, જેમાં 29 મે સુધીના આંકડા આપવામાં આવ્યા હતા. પરંતુ બીજા શપથ પત્રમાં સંશોધિત આંકડા આપવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું
સોમવારે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ અને દિલ્હીને આ મુદ્દે સખ્ત કાર્યવાહી કરવા કહ્યું. કમિશન તરફતથી એડિશનલ સૉલિસિટર જનરલ કેએમ નટરાજ હાજર રહ્યા હતા અને તેમણે જસ્ટિસ કેલ નાગેશ્વર રાવ અને અનિરુદ્ધ બોસની બે જજની બેંચને જણાવ્યું કે આ બંને રાજ્ય બાળકોને લઈ આંકડા અપલોડ નથી કરી રહ્યા. જે બાદ કોર્ટે કહ્યું તમે અમારો નિર્દેશ જોયો હતો, અમે 20 માર્ચ 2020 પછીના બાળકો સાથે જોડાયેલા આંકડા અપલોડ કરવા કહ્યું હતું. દરેક રાજ્યોને આ સમજમાં આવી ગયું અને તેમણે આ આંકડા અપલોડ કરી દીધા હતા. આખરે માત્ર બંગાળને જ આ ઓર્ડર સમજમાં કેમ નથી આવતો.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
