દેવરે નશીલી કોલ્ડડ્રીંક પીવડાવી હોટેલમાં ભાભીનો રેપ કર્યો
ઉત્તરપ્રદેશના બાગપત ખાતે એક મહિલાએ પોતાના જ દેવર પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે.
ઉત્તરપ્રદેશના બાગપત ખાતે એક મહિલાએ પોતાના જ દેવર પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ જણાવ્યું કે દેવરે તેને કોલ્ડ ડ્રિંક પીવડાવી હતી, ત્યારબાદ તે નશામાં આવી ગઈ હતી. આ પછી દેવરે તેની સાથે હોટલમાં બળાત્કાર ગુજાર્યો હતો અને કોઈને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ પરિવાર સાથે પોલીસ ચોકી પહોંચીને આરોપી સામે કેસ નોંધાવ્યો છે. પીડિતાના પરિવારજનોએ એસપી નિવાસસ્થાને ઘેરાવો કર્યો હતો અને આરોપીની ધરપકડ કરવાની માંગ કરી હતી.

દેવર સાથે પિયરથી પાછી આવી રહી હતી મહિલા
ખરેખર, બાગપતનાં કોટવાલી વિસ્તારમાં રહેતી મહિલાનાં લગ્ન મેરઠમાં થયાં હતાં. મહિલાનો આરોપ છે કે તે પાંચ દિવસ પહેલા પોતાના પિયરે ગઈ હતી ત્યારે તેનો દેવર દાનીશ ત્યાં આવ્યો હતો. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કેટલાક અંગત કામ માટે આવવાનું કહ્યું હતું. પરત ફરતી વખતે મહિલાએ તેની સાથે સાસરી જવા કહ્યું. મહિલા સાસરીમાં જવા માટે તેની સાથે ગાડીમાં બેસી ગઈ.

હોટેલમાં લઇ જઈને રેપ કર્યો
મહિલાના કહેવા પ્રમાણે દેવર દાનીશે તેને કોલ્ડ ડ્રિંક પીવડાવી હતી, ત્યારબાદ તે નશામાં આવી ગઈ હતી. આ દરમિયાન તેની દેવર તેને બે દિવસ સુધી ગાડીમાં ફેરવતો રહ્યો અને ત્યારબાદ મુરાદનગરની એક હોટલમાં તેની સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો અને કોઈને કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી

કેસ નોંધાયો, પોલીસ તપાસ કરી રહી છે
મહિલાએ તેના પરિવારજનોને જણાવ્યું હતું, ત્યારબાદ કોતવાલીમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીની ધરપકડ કરવા પરિવારે એસપી નિવાસસ્થાનનો ઘેરો પણ કર્યો હતો. એએસપી બાગપત અનિલકુમાર સિસોદીયાએ જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે અને હોટલના સીસીટીવી ફૂટેજ માટે ટીમને મોકલવામાં આવી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગ્રુપ સેક્સ માટે દોસ્તોએ બ્લેકમેલ કરી, છાત્રાએ પોતાને આગ લગાવી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
