Delhi: પાણીની માંગને લઈને ભૂખ હડતાળ પર બેઠેલા જળ મંત્રી આતિશીની તબિયત બગડી, મોડી રાતે હૉસ્પિટલમાં કરાવ્યા ભરતી
Delhi Minister Atishi Hunger Strike: દિલ્હીના લોકો માટે પાણીની માંગણીને લઈને અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર ઉતરેલા મંત્રી આતિશીની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જળ મંત્રી આતિશીની તબિયત બગડતાં તેમને LNJP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટને લઈને 21 જૂનથી અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ શરૂ કરી હતી. જે મંગળવાર (25 જૂન)ના રોજ 5માં દિવસમાં પ્રવેશી ગઈ છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે હરિયાણા સરકાર દિલ્હીના હિસ્સાનું પાણી આપી રહી નથી. જેના વિરોધમાં આતિશીએ ઉપવાસ શરૂ કર્યા હતા.

આતિશીનો આરોપ છે કે પડોશી રાજ્ય હરિયાણાની સરકારે 100 મિલિયન ગેલન પ્રતિ દિવસ (MGD) પાણી છોડ્યું નથી, જેના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટ સર્જાયું છે. આતિશીને મંગળવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીની લોક નાયક જય પ્રકાશ (LNJP) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે આતિશીના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું કે, "ગઈ રાતથી તેનું બ્લડ શુગર લેવલ ઘટી રહ્યું હતું. જ્યારે અમે તેના બ્લડ સેમ્પલ આપ્યા ત્યારે શુગર લેવલ 46 હતું. જ્યારે અમે પોર્ટેબલ મશીન વડે તેમનું શુગર લેવલ ચેક કર્યું ત્યારે તે 36 આવ્યુ. ડૉકટરો તપાસ કરી રહ્યા છે અને પછી જ તેઓ કોઈ સૂચન આપશે."
AAP સાંસદ સંજય સિંહે કહ્યું, "તેમનું બ્લડ સુગર લેવલ ઘટીને 43 થઈ ગયું છે. ડૉક્ટરોએ તેમને તેમની હાલત વધુ બગડે તે પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી છે. તેમને LNJP હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. તેમણે છેલ્લા 5 દિવસોથી કંઈ ખાધું નથી. તેમનું શુગર લેવલ ઘટી રહ્યું છે, કીટોન વધી રહ્યુ છે અને બીપી ઘટી રહ્યું છે તે પોતાના માટે નથી લડી રહ્યા, તે દિલ્હીના લોકો માટે લડી રહી છે.
અગાઉ, આમ આદમી પાર્ટી (AAP) એ જણાવ્યું હતું કે ડૉક્ટરોએ આતિશીને તેમની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી પરંતુ તે દિલ્હીના પાણીના તેમના વાજબી હિસ્સા માટે લડી રહ્યા છે. AAP દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 21 જૂને ભૂખ હડતાળ પર જતા પહેલા આતિશીનું વજન 65.8 કિલો હતું જે હવે 63.6 કિલો થઈ ગયું છે.
તમને જણાવી દઈએ કે ભૂખ હડતાળ પર બેઠેલા જળ મંત્રી આતિશીએ કહ્યું છે કે જ્યાં સુધી હરિયાણા સરકાર દિલ્હીના લોકોને પાણીનો અધિકાર નહીં આપે અને હથનીકુંડ બેરેજના દરવાજા ખોલવામાં નહીં આવે ત્યાં સુધી તેમની અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ ચાલુ રહેશે.
#WATCH | Delhi Water Minister Atishi being taken to LNJP hospital due to deteriorating health.
— ANI (@ANI) June 24, 2024
Atishi has been on an indefinite hunger strike since the last four days claiming that Haryana is not releasing Delhi's share of water. pic.twitter.com/BZtG4o9ThS
#WATCH | Delhi Health Minister Saurabh Bharadwaj says, "Her blood sugar levels had been dropping from the night. When we submitted her blood sample, her sugar levels came out to be 46. When we checked her sugar levels from a portable machine, her sugar levels came out to be 36...… https://t.co/CCFk08SPvB pic.twitter.com/Bbe6fNcuKr
— ANI (@ANI) June 24, 2024
#WATCH | Delhi: AAP MP Sanjay Singh says, "... Her blood sugar levels dropped to as low as 43. The doctors suggested she be admitted to the hospital before her condition worsens... She is being admitted to LNJP Hospital. She has not eaten anything for the last 5 days. Her sugar… pic.twitter.com/He7lqsOkIu
— ANI (@ANI) June 24, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
