Video: ઈન્સ્પેક્ટરના દીકરાએ યુવતીને નિર્દયતાપૂર્વક મારી
દિલ્હીના તિલકનગરમાં એક યુવતીને નિર્દયતાપૂર્વક મારવાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
દિલ્હીના તિલકનગરમાં એક યુવતીને નિર્દયતાપૂર્વક મારવાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ યુવતીને ખુબ જ ખરાબ રીતે મારી રહ્યો છે. આરોપીની ઓળખ રોહિત તોમર રૂપે થઇ છે. આરોપી રોહિતના પિતા અશોક સિંહ તોમર દિલ્હી પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર છે. આરોપી રોહિત તોમર વિરુદ્ધ એફઆઈઆર નોંધી લેવામાં આવી છે પરંતુ હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.

યુવતીની નિર્દયતાપૂર્વક પીટાઈ
સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં માનવતાનો એક ડરાવનો ચહેરો જોવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસમાં નાર્કોટિક ડિપાર્ટમેન્ટમાં એએસઆઇ રૂપે કામ કરી રહેલા અશોક સિંહ તોમરના દીકરા રોહિત તોમરે પોતાની એક્સ ગર્લફ્રેંડને ડરાવવા માટે એક યુવતીની નિર્દયતાપૂર્વક પીટાઈ કરી. આ વીડિયો ઉત્તમ નગરના એક બીપીઓ માં 2 સપ્ટેમ્બરે બપોરે રેકોર્ડ કરવામાં આવ્યો હતો. બીપીઓ રોહિતના એક મિત્રનો છે, જ્યાં 21 વર્ષની પીડીતાએ હાલમાં જ કામ કરવાની ચાલુ કર્યું છે.
|
પિટાઈનો વીડિયો રેકોર્ડ
વીડિયોમાં રોહિત આ યુવતીની નિર્દયતાપૂર્વક પીટાઈ કરી રહ્યો છે અને નજીક ઉભેલો વ્યક્તિ આ બધું કેમેરામાં રેકોર્ડ કરી રહ્યો છે. પીડિતા રોહિત પાસે માફી પણ માંગે છે પરંતુ રોહિત તેને મારવાનું ચાલુ જ રાખે છે. રોહિતે આ બધું તેની એક્સ ગર્લફ્રેંડ જ્યોતિને ડરાવવા માટે કરતો હતો. તેને પિટાઈનો વીડિયો રેકોર્ડ કરીને જ્યોતિને મોકલ્યો અને તેને કહ્યું કે જો તેની સાથે લગ્ન નહીં કરે તો તેનો પણ આવો જ હાલ થશે. રોહિત તેની એક્સ ગર્લફ્રેંડ જ્યોતિને છેલ્લા ઘણા સમયથી પરેશાન કરી રહ્યો હતો.
|
એસિડ ફેંકવાની ધમકીઓ
જ્યોતિ અને રોહિત છેલ્લા દોઢ વર્ષથી રિલેશનશિપમાં હતા પરંતુ રોહિતની ખરાબ આદત અને તેના ગુસ્સાવાળા સ્વભાવને કારણે જ્યોતિએ તેની સાથે બ્રેકઅપ કરી લીધું. બ્રેકઅપ પછી રોહિત તેને હેરાન કરવા લાગ્યો અને તેના પર એસિડ ફેંકવાની ધમકીઓ પણ આપવા લાગ્યો. તેનાથી પરેશાન થઈને જ્યોતિએ રોહિત સામે એફઆઈઆર પણ નોંધાવી હતી. વીડિયો વાયરલ થયા પછી રોહિત પર વધારે ચાર્જ લગાવવામાં આવ્યા છે. રોહિત પર આઇપીસી ધારા 506 અને 354 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
|
ગૃહમંત્રી રાજનાથ સિંહ
ગૃહમંત્રી રાજનાથ સિંહએ આખો મામલો ધ્યાનમાં લેતા દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાતચીત કરી છે. તેમને ટ્વિટર પર લખ્યું છે કે એક યુવકનો માસૂમ યુવતીને નિર્દયતાપૂર્વક મારવાનો વીડિયો મારા ધ્યાનમાં આવ્યો છે. રાજનાથ સિંહએ કહ્યું કે તેમને ફોન પર દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાતચીત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
