Delhi Opinion Polls : દિલ્હીમાં કઈ પાર્ટીની સરકાર? જાણો શું કહે છે લેટેસ્ટ ઓપિનિયન પોલ?
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ પાર્ટીઓ પુરી તાકાત સાથે પ્રચાર કરી રહી છે. આ પ્રચાર વચ્ચે વધુ એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે.
દિલ્હીમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર 10 વર્ષની સત્તામાં છે અને ફરીથી સત્તા માટે મેદાનમાં છે ત્યારે આ સર્વેએ આમ આદમી પાર્ટીને સારા સમાચાર આપ્યા છે.

હાલમાં જ સામે આવેલા હિન્દીખબર અને માઇન્ડ બ્રિક ઇન્ડિયાના ઓપિનિયન પોલના આંકડાએ દિલ્હી ચૂંટણીના સંભવિત પરિણામોનો સંકેત આપ્યો છે. આ સર્વે પર વિશ્વાસ કરીએ તો દિલ્હીમાં ફરી એકવાર AAP વાપસી કરી રહી છે. તેને અહીં 70 માંથી 55 બેઠકો મળી રહી છે જ્યારે 15 બેઠકો ભાજપના ખાતામાં જઈ રહી છે.
આ સર્વે અનુસાર, દિલ્હીમાં ફરીથી કોંગ્રેસનું ખાતું પણ ખુલતું નથી જોવા મળી રહ્યું. આ સર્વે અનુસાર દિલ્હી આમ આદમી પાર્ટીના સ્વાગત માટે સંપૂર્ણપણે તૈયાર છે. આમ આદમી પાર્ટીએ પણ આ સર્વેને પોતાના x એકાઉન્ટ પર શેર કર્યો છે.
પાર્ટીએ લખ્યુ કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના પહેલા ઓપિનિયન પોલમાં દિલ્હીના લોકોએ 55 બેઠકોનો જંગી બહુમતી આપી છે, ફક્ત કેજરીવાલ તેમના હૃદયમાં છે 💯 આ ફક્ત ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે.
જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો જીતી હતી, ત્યારબાદ આમ આદમી પાર્ટીએ રાજ્યમાં સરકાર બનાવી અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતા.
જણાવી દઈએ કે, સીધી રીતે ચૂંટણી ન જીતી શકનારી બીજેપી પર મતદાર યાદીમાં મોટા કૌભાંડ કરવાનો આરોપ લાગ્યો છે. બીજેપીના ઘણા કેન્દ્રિય મંત્રીઓ પર ફર્જી મત દાખલ કરવાનો પણ આરોપ છે.












Click it and Unblock the Notifications
